દિલ્હીથી મુંબઈ માત્ર 40 મિનિટમાં… ‘બૂમ’ મચાવશે ધૂમ, ભાડું પણ વધારે નહીં !

તમે માત્ર 40 મિનિટમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકો છો? તમને નવાઈ નહિ લાગે? બૂમ સુપરસોનિક (Supersonic) કંપની આવતા વર્ષ સુધીમાં આ શક્ય બનાવવા માંગે છે. આ પછી લોસ એન્જલસથી સિડનીની સફર માત્ર આઠ કલાકમાં પૂરી કરી શકાશે.

Aug 31, 2022 | 4:26 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 31, 2022 | 4:26 PM

દિલ્હીથી મુંબઈ જવું હોય તો તેજસ ટ્રેનમાં 15 કલાક લાગે છે. ફ્લાઇટ દ્વારા જાઓ છો, તો નોનસ્ટોપ જર્નીમાં 2 કલાકનો સમય લાગશે. કનેક્ટિંગ અથવા વન સ્ટોપ ફ્લાઈટમાં તેનાથી પણ વધુ. પરંતુ જો આપણે કહીએ કે તમે માત્ર 40 મિનિટમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકો છો? તમને નવાઈ નહિ લાગે? બૂમ સુપરસોનિક કંપની આવતા વર્ષ સુધીમાં આ શક્ય બનાવવા માંગે છે. આ પછી લોસ એન્જલસથી સિડનીની સફર માત્ર આઠ કલાકમાં પૂરી કરી શકાશે.

1 / 6
બૂમ સુપરસોનિક કંપનીએ તેના સુપરસોનિક ઓવરચર જેટ એરક્રાફ્ટની ડિઝાઇન રજૂ કરી છે. આ કંપની દુનિયાભરના 600 પ્રોફિટેબલ રૂટ પર આ સેવા શરૂ કરવાનો પ્લાનિંગ કરી રહી છે. આ વિમાનો સામાન્ય વિમાન કરતા બમણી ઝડપે દોડે છે. અવાજ કરતાં ઝડપથી. આ પ્લેનની સ્પીડ 2100 કિમી પ્રતિ કલાકની હશે.

2 / 6
પરંતુ આ પહેલું સુપરસોનિક વિમાન નહીં હોય. આ પહેલા ફ્રાન્કો બ્રિટિશ કોન્કોર્ડ 1976 થી 2003 સુધી ચલાવવામાં આવી છે. પરંતુ તેનાથી ઘણું પ્રદૂષણ ફેલાતું હતું. તે ખૂબ અવાજ પણ કરતું હતું. અને અહેવાલ મુજબ તે નફાકારક સોદો પણ ન હતો.

3 / 6
ઓવરચર જેટ વિમાનનો ઉદ્દેશ્ય પહેલા ઉપલબ્ધ વિમાનોની તુલનાામાં હળવા, એફિશિયન્ટ અને આર્થિક હોવાનો હેતુ છે. સાથે જ ઈકો-ફ્રેન્ડલી હોવાનો પણ તેના ઉદ્દેશ્યમાં સમાવેશ થાય છે.

4 / 6
કંપનીનું કહેવું છે કે તે ટકાઉ ઇંધણનો ઉપયોગ કરશે. વિમાન બનાવવા અને ફ્લાઇટ દરમિયાન ઉત્સર્જનની ભરપાઈ કરવા પર કંપનીનું ફોક્સ રહેશે.

5 / 6
તેના ભાડાની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તેની ટિકિટ બિઝનેસ ક્લાસની ટિકિટ જેટલી હશે. એટલે કે તે આર્થિક હશે. પરંતુ એક સમસ્યા એ છે કે હાલમાં સુપરસોનિક મોડમાં ઉડાન ભરવાની અનુમતી માત્ર પાણી પર છે. એટલે કે અન્ય એરસ્પેસમાં વિમાનની સ્પીડ સામાન્ય રહેશે. (Photo Credit: boomsupersonic)

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati