
Akshay Kumar : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર પાસે પણ લક્ઝુરિયસ રોલ્સ રોયસ કાર છે. Rolls Royce Phantom અક્ષય કુમારના કાર કલેક્શનની સુંદરતામાં વધારો કરે છે. આ રોલ્સ રોયસ કારની કિંમત અંદાજે 10.2 કરોડ રૂપિયા છે.

Shah Rukh Khan : બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન પાસે રોલ્સ રોયસ ન હોય તે કેવી રીતે શક્ય છે. કિંગ ખાન પાસે Rolls Royce Cullinan Black કાર છે. કિંમત વિશે વાત કરીએ તો, આ કારની કિંમત લગભગ 11.3 કરોડ રૂપિયા છે.

Emraan Hashmi : હવે વાત કરીએ એ અભિનેતાની જેમની પાસે બોલિવૂડ એક્ટરોમાં સૌથી મોંઘી Rolls Royce કાર છે. ઈમરાન હાશ્મી પાસે સૌથી મોંઘી Rolls Royce કાર છે. તેમની પાસે Rolls Royce Ghost Black કાર છે, જેની કિંમત લગભગ 12.2 કરોડ રૂપિયા છે.