Gujarati News » Photo gallery » BJP's election oriented brainstorming: Commencement of Chintan Shibir in Bavla, presence of senior leaders including Amit Shah
આજથી અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભાજપની (BJP) ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી રણનીતિ અને મંથન માટે બે દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી છે.
આજથી અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભાજપની ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી રણનીતિ અને મંથન માટે બે દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી છે. આ શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.
1 / 5
શિબિરમાં કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર વિચારમંથન કરવામાં આવશે. સાથે જ આ શિબિરમાં વિવિધ મંત્રીઓ તેમજ ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
2 / 5
ચિંતન શિબિરમાં આદિવાસી બેઠક તેમજ મહત્વની ગણાતી પાટીદાર બેઠકની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ બેઠકો મેળવવા અંગે ચર્ચા કરવામાં આવશે.
3 / 5
શિબિરમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા.
શિબિરમાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે.
4 / 5
શિબિરમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, ભાજપના મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો, હાલના પ્રધાનો, પૂર્વ પ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા છે.