Gujarati News » Photo gallery » Bigg Boss OTT: Contestant Milind Gaba Marries Girlfriend Priya Beniwal, See Her Beautiful Photos
Bigg Boss OTT : કન્ટેસ્ટન્ટ મિલિંદ ગાબાએ ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યા, જુઓ સુંદર તસવીરો
Bigg Boss OTT : જાણીતો સિંગર મિલિંદ ગાબા (Milind Gaba) અને તેની લોન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. તેઓએ આજે એક ભવ્ય સમારાહોમાં તેમના નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
બિગ બોસ OTT ફેમ મિલિંદ ગાબા, જેમના લગ્નની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, તે આજે પૂર્ણ થઇ છે. મિલિન્દ આજે તેની લોન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ત્રણ-ચાર દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહમાં આજે બંનેએ લગ્ન કર્યાં છે.
1 / 6
આ બંનેએ તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મ ઉદ્યોગના તેમના મિત્રો માટે સંગીત અને કોકટેલ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સંગીત ઉદ્યોગના કેટલાક મોટા ચહેરાઓએ હાજરી આપી હતી. મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલના સંગીતમાં મિકા સિંઘ, ગુરુ રંધાવા, સપના ચૌધરી, ભૂષણ કુમાર, ક્રિકેટર સુરેશ રૈના, પ્રિન્સ નરુલા, સુયશ રાય જેવી જાણીતી ટીવી હસ્તીઓ જોડાઈ હતી.
2 / 6
મિલિંદની મહેંદી, સંગીત અને હવે લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, વર્કફ્રન્ટની વાત કરીએ તો મિલિંદ ઈન્ડસ્ટ્રીમાં તેના હિટ ગીતો માટે જાણીતો છે.
3 / 6
મિલિન્દ ગાબા અને પ્રિયા બેનીવાલ બિગ બોસ ઓટીટીમાં ભોજપુરી અભિનેત્રી-ગાયક અક્ષરા સિંહ, ઝીશાન ખાન અને દિવ્યા અગ્રવાલ સાથેની તેમની મિત્રતા માટે તેઓ ચાહકો દ્વારા પ્રિય હતા.
4 / 6
પ્રિયા તેણીના ડી-ડે પર કલર કોઓર્ડિનેટેડ પોશાકમાં અદભૂત દેખાતી હતી. તેણીએ પીળા અને મરૂન કલરના ખુબસુરત બ્રાઇડલ લહેંગાની પસંદગી કરી હતી. ત્યારે મિલિંદે મેચિંગ રંગીન શેરવાનીમાં ખુબ જ હેન્ડસમ લાગતો હતો. આ સ્ટાર કપલ તેમના લગ્નની પળોમાં ખૂબ જ ખુશ જોવા મળ્યું હતું. લગ્નના ચિત્રો ખૂબ જ સુંદર છે, અને કોઈ પરીકથા સમાન દેખાય છે.
5 / 6
એક તસવીરમાં મિલિંદ પ્રિયાના કપાળ પર ચુંબન કરતો જોઈ શકાય છે, જ્યારે બીજી તસવીરમાં કપલ ઈમોશનલ આલિંગન કરે છે. આ લવ બર્ડઝ તેમના તમામ નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં એક ભવ્ય સમારોહમાં 7 જન્મની ગાંઠ બાંધી હતી. તેમણે ખુશીથી તમામ તસવીરો માટે પોઝ આપ્યો હતો.