
ડિફેન્સ કંપનીએ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો પણ જાહેર કર્યા. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 15 કરોડ રૂપિયા પર સ્થિર રહ્યો. જો કે, ઓપરેશનલ મોરચે કામગીરી નબળી રહી હતી.

વધુમાં EBITDA 8.7% ઘટીને 22 કરોડ રૂપિયા થયો અને માર્જિન પણ 28.8% થી ઘટીને 23.6% ની આસપાસ થયું છે, જે 500 'બેસિસ પોઈન્ટ'નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, કંપનીની આવક 11.5% વધીને 93.2 કરોડ રૂપિયા થઈ છે. ઓપ્ટિક્સ અને ઓપ્ટ્રોનિક સિસ્ટમ્સ સેગમેન્ટ 38.5 કરોડ રૂપિયાથી વધીને 42.5 કરોડ રૂપિયા અને ડિફેન્સ એન્જિનિયરિંગ સેગમેન્ટ 45 કરોડ રૂપિયાથી વધીને 50.7 કરોડ રૂપિયાની આસપાસ થયેલ છે.

ગુરુવારે BSE પર પારસ ડિફેન્સનો શેર 0.8% ના નજીવા ઘટાડા સાથે રૂ. 675 પર બંધ થયો હતો, જ્યારે NSE પર તે રૂ. 679.15 પર બંધ થયો હતો. જો કે, આ શેરે અત્યાર સુધી 6 મહિનામાં 52% નું રિટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં તો 110 ટકાનું રિટર્ન આપ્યું છે.