November Astrology: નવેમ્બરમાં શનિ થશે ‘માર્ગી’! 3 રાશિના ભાગ્યના દ્વાર ખુલશે, થશે અઢળક ધનલાભ
જ્યોતિષીઓ કહે છે કે, 28 નવેમ્બરે શનિની સીધી ચાલ 3 રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવશે. આ રાશિના જાતકોને સંપત્તિ અને સમૃદ્ધિનો લાભ મળશે.

આવતા મહિને 28 નવેમ્બરના રોજ ન્યાયના શનિ દેવતા મીન રાશિમાં માર્ગી બનશે. જ્યોતિષશાસ્ત્રમાં માર્ગીનો અર્થ સીધી ગતિની શરૂઆત થાય છે. આ પછી 27 જુલાઈએ શનિ વક્રી થશે એટલે કે લગભગ આઠ મહિના સુધી શનિ માર્ગી અવસ્થામાં રહેશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં માર્ગી શનિ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. આ રાશિના જાતકોને સંપત્તિ અને સમૃદ્ધિનો લાભ મળશે, કારકિર્દી સંબંધિત અવરોધો દૂર થશે તેમજ પરિવારની ચિંતાઓ દૂર થશે. એકંદરે આ સમયગાળો 3 રાશિ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ: નોકરી કરનારા લોકોને પ્રમોશન મળશે અને ઇંક્રીમેંટ થવાની મજબૂત શક્યતા છે. આ સાથે જ આવકના બીજા નવા રસ્તા ખુલી શકે છે. વ્યવસાય કરતાં લોકોને પુષ્કળ પ્રમાણમાં લાભ થશે. બીજું કે, તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. વધુમાં તમારા સ્વાસ્થ્ય માટે પણ આ સમય સારો છે. કોઈપણ બીમારીને લગતો અથવા મેડિકલ સારવાર સંબંધિત ખર્ચ ઘટશે. તમારા માતા-પિતા અને પરિવારના વડીલોનું સ્વાસ્થ્ય પણ સંતોષકારક રહેશે.

મિથુન રાશિ: તમને નોકરી અથવા કારકિર્દીમાં નવી તકો મળશે. તમને ઇચ્છિત પદ મળશે અથવા તો નોકરીમાં મનગમતી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. વ્યવસાયના વિસ્તરણ માટે આ સમય અનુકૂળ લાગે છે. નાણાકીય યોજનાઓ વેગ પકડશે અને સફળતાની શક્યતા વધુ છે. વધુમાં, જે લોકો લાંબા સમયથી નવો વ્યવસાય અથવા દુકાન શરૂ કરવા માંગતા હતા તેઓ પણ તેમના વિચારને અમલમાં મૂકવામાં સફળ થશે. મિલકત અને રોકાણ સંબંધિત પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો નફો થશે.

મકર રાશિ: આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. અચાનક નાણાકીય લાભ શક્ય છે અને અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. લોકો તમારી વાણી અને વર્તનથી પ્રભાવિત થશે. તમે કામ પર પ્રગતિ કરી શકો છો. તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે અને જીવનસાથીનો સહયોગ તમને મહત્વપૂર્ણ સફળતા તરફ દોરી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
