
ભૂટાનમાં ઇસ્લામને અનુસરનારા લોકોની સંખ્યા લગભગ સાત હજારની આસપાસ છે. ભૂટાન વિશ્વનો ત્રીજો દેશ અને ભારતનો એકમાત્ર પાડોશી દેશ છે, જ્યાં એક પણ મસ્જિદ નથી. ભૂટાન સિવાય મોનાકો અને સ્લોવાકિયામાં પણ કોઈ મસ્જિદ નથી. ભૂટાનના મોટાભાગના મુસ્લિમો તેમના ઘરમાં નમાઝ અદા કરે છે.

મસ્જિદની સાથે સાથે આ દેશમાં એક પણ ચર્ચ નથી. ભૂટાનમાં હજારો ખ્રિસ્તીઓ વસે છે, પરંતુ તેઓને આજ સુધી અધિકૃત રીતે ચર્ચ બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી. (All Image - Freepik)

ભૂટાનમાં અનેક હિંદુ મંદિરો આવેલા છે. આમાંથી સૌથી મોટું હિંદુ મંદિર ભૂટાનની રાજધાની થિમ્પુમાં આવેલું છે. આ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ છે. દેશભરમાંથી હિન્દુઓ અહીં આવે છે અને પ્રાર્થના કરે છે. તમને જણાવી દઈએ કે ભૂટાન 7મી સદી સુધી ભારતના કૂચ બિહાર રાજવંશનો એક ભાગ હતું, ત્યારબાદ તે સ્વતંત્ર થયું અને બૌદ્ધ ધર્મમાં ફેરવાઈ ગયું.
Published On - 3:05 pm, Sat, 21 December 24