
છેલ્લા એક વર્ષમાં શેરમાં 31 ટકાનો ઘટાડો થયો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં 2.7 ટકાનો વધારો થયો છે. કંપનીએ આ વર્ષે શેર દીઠ રૂ. 1 ડિવિડન્ડ આપ્યું છે અને જાન્યુઆરી 2025 માં સ્ટોક સ્પ્લિટ પણ કરેલ છે. કંપનીનું ડેટ ટુ ઇક્વિટી 1.05 છે અને તેનું માર્કેટ કેપ રૂ. 6,124 કરોડ છે. કંપનીના શેર 28.80 ના P/E ગુણાંક પર કાર્યરત છે.

કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા: વર્ષ 1993 માં શરૂ થયેલી આ કંપની સોના, ડાયમંડ, પ્લેટિનમ, મોતી અને રત્ન જ્વેલરી વેચવા માટે જાણીતી છે. કંપનીના ભારત અને મિડલ ઈસ્ટમાં લગભગ 150 સ્ટોર્સ છે. નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 7,314.74 કરોડ હતી અને ચોખ્ખો નફો રૂ. 264.08 કરોડ હતો.

જો કે, શેર હાલમાં દબાણ હેઠળ છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં 19 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ તાજેતરમાં ફાઇનલ ડિવિડન્ડ 'રૂ. 1.5 પ્રતિ શેર' જાહેર પણ કરેલ છે. કંપનીના શેર 64.18 P/E ના ગુણાંક પર કાર્યરત છે. કંપનીનું ડેટ ટુ ઇક્વિટી 1.03 છે અને માર્કેટ કેપ રૂ. 51,349 કરોડ છે.

ટાઇટન કંપની: ટાટા ગ્રુપ અને TIDCO ની જોઇન્ટ વેન્ચર કંપની ઘરેણાં, ઘડિયાળો, ચશ્મા અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે. કંપનીની જ્વેલરી બ્રાન્ડ્સમાં તનિષ્ક, મિયા, કાર્ટલેન અને ઝોયાનો સમાવેશ થાય છે. કંપની પાસે 2,000 થી વધુ સ્ટોર્સનું નેટવર્ક છે.

નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 16,628 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 1,091 કરોડ હતો. ટાઇટને આ વર્ષે રૂ. 11 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. સ્ટોક વેલ્યૂએશનની વાત કરીએ તો, PE રેશિયો 85.93 અને PB રેશિયો 32.77 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,18,973 કરોડ છે. વધુમાં ડેટ ટુ ઇક્વિટી 1.12 અને ફેસ વેલ્યુ રૂ. 1 છે.