AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: દિવાળી પર આ ‘3 જ્વેલર્સ કંપની’ કરશે પૈસાનો વરસાદ! રોકાણકરોની નજર સીધી શેર્સ પર

તહેવારોની સિઝન આવી રહી છે અને જ્વેલરી સેક્ટર રોકાણકારો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો કે, રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જ્વેલરી કંપનીઓના શેર ખૂબ જ વોલેટાઈલ રહે છે.

| Updated on: Aug 27, 2025 | 8:13 PM
Share
છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 36 ટકાનો વધારો થયો છે પરંતુ જ્વેલરીની માંગમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. કંપનીઓ હવે વધુ વેલ્યૂ એડેડ પ્રોડક્ટસ  (જેમ કે હીરાના દાગીના, હળવા ડિઝાઇન અને ઓછા કેરેટ સોનું) વેચીને તેમના માર્જિનમાં સુધારો કરી રહી છે.

1 / 8
તહેવારોની સિઝનમાં જ્વેલરી સેક્ટરને સૌથી મોટું ટ્રિગર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, 3 મોટી કંપનીઓ વિશે કે, જેના પર રોકાણકારો નજર રાખી શકે છે.

2 / 8
સેન્કો ગોલ્ડ: વર્ષ 1994 ની આ કંપની સોના અને હીરાના ઝવેરાત માટે જાણીતી છે. કંપની પાસે લગભગ 1.08 લાખ સોના અને 46,000 હીરા ડિઝાઇનનું કલેક્શન છે. કંપની તેના પોતાના 70 સ્ટોર્સ અને 57 ફ્રેન્ચાઇઝ સ્ટોર્સમાંથી કાર્ય કરે છે. નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં, કંપનીની આવક રૂ. 1,844.92 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 104.65 કરોડ હતો.

3 / 8
છેલ્લા એક વર્ષમાં શેરમાં 31 ટકાનો ઘટાડો થયો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં 2.7 ટકાનો વધારો થયો છે. કંપનીએ આ વર્ષે શેર દીઠ રૂ. 1 ડિવિડન્ડ આપ્યું છે અને જાન્યુઆરી 2025 માં સ્ટોક સ્પ્લિટ પણ કરેલ છે. કંપનીનું ડેટ ટુ ઇક્વિટી 1.05 છે અને તેનું માર્કેટ કેપ રૂ. 6,124 કરોડ છે. કંપનીના શેર 28.80 ના P/E ગુણાંક પર કાર્યરત છે.

4 / 8
કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા: વર્ષ 1993 માં શરૂ થયેલી આ કંપની સોના, ડાયમંડ, પ્લેટિનમ, મોતી અને રત્ન જ્વેલરી વેચવા માટે જાણીતી છે. કંપનીના ભારત અને મિડલ ઈસ્ટમાં લગભગ 150 સ્ટોર્સ છે. નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 7,314.74 કરોડ હતી અને ચોખ્ખો નફો રૂ. 264.08 કરોડ હતો.

5 / 8
જો કે, શેર હાલમાં દબાણ હેઠળ છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં 19 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ તાજેતરમાં ફાઇનલ ડિવિડન્ડ 'રૂ. 1.5 પ્રતિ શેર' જાહેર પણ કરેલ છે. કંપનીના શેર 64.18 P/E ના ગુણાંક પર કાર્યરત છે. કંપનીનું ડેટ ટુ ઇક્વિટી 1.03 છે અને માર્કેટ કેપ રૂ. 51,349 કરોડ છે.

6 / 8
ટાઇટન કંપની: ટાટા ગ્રુપ અને TIDCO ની જોઇન્ટ વેન્ચર કંપની ઘરેણાં, ઘડિયાળો, ચશ્મા અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે. કંપનીની જ્વેલરી બ્રાન્ડ્સમાં તનિષ્ક, મિયા, કાર્ટલેન અને ઝોયાનો સમાવેશ થાય છે. કંપની પાસે 2,000 થી વધુ સ્ટોર્સનું નેટવર્ક છે.

7 / 8
નાણાકીય વર્ષ 2026 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 16,628 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 1,091 કરોડ હતો. ટાઇટને આ વર્ષે રૂ. 11 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. સ્ટોક વેલ્યૂએશનની વાત કરીએ તો, PE રેશિયો 85.93 અને PB રેશિયો 32.77 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,18,973 કરોડ છે. વધુમાં ડેટ ટુ ઇક્વિટી 1.12 અને ફેસ વેલ્યુ રૂ. 1 છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">