
આ સાથે જ જ્યુટ, સિન્થેટિક અથવા ખરાબ ટેક્સચરવાળા કાપડનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી કારની બોડી પર નાના સ્ક્રેચ પડી શકે છે અને તેની ચમક બગડી શકે છે. એક્સપર્ટસ મુજબ, કારના રંગ અનુસાર કાપડનો રંગ પસંદ કરો.

ઘાટા રંગની કાર (કાળી, ઘેરો વાદળી, ઘેરો લાલ, લીલો, ભૂરો વગેરે): આવી કારને સાફ કરવા માટે હળવા રંગના માઇક્રોફાઇબર કાપડ (જેમ કે પીળો, સફેદ, આછો રાખોડી) નો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાર સાફ કરતી વખતે ઘેરા રંગના કપડાનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે તેમાં ભરાયેલ ધૂળ દેખાતી નથી અને વારંવાર ઘસવાથી કારની બોડી પર નાના સ્ક્રેચ પડી શકે છે. બીજીબાજુ, આછા રંગના કાપડથી ધૂળને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

જો કારનો રંગ આછો હોય (સફેદ, ચાંદી, રાખોડી, બેજ વગેરે), તો તેને સાફ કરવા માટે ઘેરા રંગના કાપડનો ઉપયોગ કરવો જોઈએ. આવું એટલા માટે કેમ કે, ઘેરા રંગના કાપડ પર ધૂળ સહેલાઈથી દેખાઈ જાય છે. આનાથી તમે સરળતાથી જાણી શકો છો કે, કાર પૂરી રીતે સાફ થઈ ગઈ છે કે નહીં.

વ્યાવસાયિકોના જણાવ્યા મુજબ, કારની સંપૂર્ણ સફાઈ માટે ફક્ત એક જ કાપડનો ઉપયોગ ન કરી શકાય. આના બદલે, તમારે ત્રણ અલગ અલગ કાપડ રાખવા જોઈએ. એક કાપડ ફક્ત ધૂળ દૂર કરવા માટે, બીજું કાપડ શેમ્પૂ લગાવ્યા પછી કારને સાફ કરવા માટે અને ત્રીજું કાપડ પોલિશ માટે ઉપયોગમાં લેવું જોઈએ. આ રીતે કારની ચમક લાંબા સમય સુધી સારી રીતે જળવાઈ રહે છે.