Tips: કારની ચમક વર્ષો સુધી ટકી રહેશે અને એમાંય સ્ક્રેચ નહી લાગે! બસ આટલું કામ કરો
શું તમે પણ કારની ચમક જાળવી રાખવા માંગો છો? જો હા, તો સફાઈ માટે યોગ્ય કાપડ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. જો ખોટું કાપડ ઉપયોગમાં લેશો તો તે કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે અને એમાંય સ્ક્રેચ આવવાની શક્યતા વધી જાય છે.

કાર સાફ અને ચમકતી રહે એ દરેક કાર માલિકની ઈચ્છા હોય છે પરંતુ શું તમને ખબર છે કે, કાર સાફ કરવા માટે કયું કાપડ અને કયો રંગ વપરાય છે? આનો સીધો અસર કારના પેઇન્ટ પર પડે છે કે નહીં? જો ખોટું કાપડ વાપરો , તો કારના પેઇન્ટ પર સ્ક્રેચ પડી શકે છે અને તેની ચમક ઓછી થઈ શકે છે.

સૌ પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે, કોઈપણ 'જૂનું કાપડ' કાર સાફ કરવા માટે યોગ્ય નથી. નિષ્ણાતો અનુસાર, માઇક્રોફાઇબર કાપડ સફાઈ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાપડ અત્યંત નરમ હોય છે, જે અસરકારક રીતે ધૂળના કણોને શોષી લે છે.

જો માઇક્રોફાઇબર કાપડ ન મળે, તો કારની સફાઈ માટે સોફ્ટ કોટન કાપડનો ઉપયોગ કરી શકાય છે. જો કે નિષ્ણાતો કહે છે કે, કોઈપણ જૂની ટી-શર્ટ કે ટુવાલથી કાર ક્યારેય સાફ ન કરવી જોઈએ.

આ સાથે જ જ્યુટ, સિન્થેટિક અથવા ખરાબ ટેક્સચરવાળા કાપડનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી કારની બોડી પર નાના સ્ક્રેચ પડી શકે છે અને તેની ચમક બગડી શકે છે. એક્સપર્ટસ મુજબ, કારના રંગ અનુસાર કાપડનો રંગ પસંદ કરો.

ઘાટા રંગની કાર (કાળી, ઘેરો વાદળી, ઘેરો લાલ, લીલો, ભૂરો વગેરે): આવી કારને સાફ કરવા માટે હળવા રંગના માઇક્રોફાઇબર કાપડ (જેમ કે પીળો, સફેદ, આછો રાખોડી) નો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાર સાફ કરતી વખતે ઘેરા રંગના કપડાનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે તેમાં ભરાયેલ ધૂળ દેખાતી નથી અને વારંવાર ઘસવાથી કારની બોડી પર નાના સ્ક્રેચ પડી શકે છે. બીજીબાજુ, આછા રંગના કાપડથી ધૂળને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

જો કારનો રંગ આછો હોય (સફેદ, ચાંદી, રાખોડી, બેજ વગેરે), તો તેને સાફ કરવા માટે ઘેરા રંગના કાપડનો ઉપયોગ કરવો જોઈએ. આવું એટલા માટે કેમ કે, ઘેરા રંગના કાપડ પર ધૂળ સહેલાઈથી દેખાઈ જાય છે. આનાથી તમે સરળતાથી જાણી શકો છો કે, કાર પૂરી રીતે સાફ થઈ ગઈ છે કે નહીં.

વ્યાવસાયિકોના જણાવ્યા મુજબ, કારની સંપૂર્ણ સફાઈ માટે ફક્ત એક જ કાપડનો ઉપયોગ ન કરી શકાય. આના બદલે, તમારે ત્રણ અલગ અલગ કાપડ રાખવા જોઈએ. એક કાપડ ફક્ત ધૂળ દૂર કરવા માટે, બીજું કાપડ શેમ્પૂ લગાવ્યા પછી કારને સાફ કરવા માટે અને ત્રીજું કાપડ પોલિશ માટે ઉપયોગમાં લેવું જોઈએ. આ રીતે કારની ચમક લાંબા સમય સુધી સારી રીતે જળવાઈ રહે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
