Baba Vanga Prediction : દુનિયાના અંતની શરુઆત થવાની તારીખ બાબા વેંગાએ જણાવી,આ તારીખે દુનિયા નેસ્તનાબુદ થઇ જશે
દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા માંગે છે. તમારા જીવનમાં આગળ શું છે ? લોકો આ જાણવા માંગે છે. દુનિયામાં ઘણા જ્યોતિષીઓ છે જે તેમની આગાહીઓ માટે પ્રખ્યાત છે. દુનિયામાં કેટલાક જ્યોતિષીઓ છે જેમની આગાહીઓ પર આખી દુનિયાના લોકો વિશ્વાસ કરે છે. આવા જ્યોતિષીઓમાં ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસ અને બલ્ગેરિયન જ્યોતિષી બાબા વાંગાનો સમાવેશ થાય છે.

એવો દાવો કરવામાં આવે છે કે નોસ્ટ્રાડેમસની 500 વર્ષ પહેલાં કરેલી ઘણી આગાહીઓ સાચી પડી છે. એવું પણ કહેવાય છે કે બાબા વાંગાએ કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. એવો દાવો કરવામાં આવે છે કે બાબા વાંગાએ રશિયાના વિભાજન, અમેરિકા પર 9/11 આતંકવાદી હુમલો અને હિટલરના મૃત્યુ જેવી ઘણી આગાહીઓ કરી હતી, જે સાચી પડી.

બાબા વાંગાનો જન્મ 1911માં બલ્ગેરિયામાં થયો હતો. તેમનું 1996માં 86 વર્ષની વયે અવસાન થયું. એવું કહેવાય છે કે બાબા વાંગાએ તોફાનમાં ફસાઈ ગયા પછી પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને તે ક્ષણથી, તેમને દૈવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તેઓ ભવિષ્યની ઘટનાઓ જોવા સક્ષમ બન્યા. બાબા વાંગાએ 5079 આગાહીઓ કરી છે, જેમાંથી ઘણી ખૂબ જ ડરામણી છે, આજે આપણે તેમના વિશે જાણવા જઈ રહ્યા છીએ.

દુનિયાનો અંત ક્યારે થશે? : ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ કેવી રીતે થશે, અને બાબા વાંગાએ તેના વિશે આગાહી કરી છે. બાબા વાંગાએ કહ્યું છે કે 2025 માં દુનિયાનો અંત શરૂ થશે,

બાબા વેંગાએ જણાવ્યુ કે યુરોપિયન દેશોમાં એક મોટો રાજકીય સંઘર્ષ શરૂ થશે. બાબા વાંગાએ કહ્યું છે કે 2028 માં માનવીઓને ઉર્જાના મોટા સ્ત્રોત સુધી પહોંચ મળશે.

તેમણે જણાવ્યુ કે 2033 પછી ધ્રુવીય બરફ પીગળવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધશે, જેના કારણે સમુદ્રની સપાટીમાં ભારે વધારો થશે અને પૃથ્વી પર એક નવું સંકટ સર્જાશે.

બાબા વાંગાની આગાહી મુજબ, વર્ષ 2170 માં સમગ્ર વિશ્વમાં ભયંકર દુકાળ પડશે, જે વિશ્વનો અંત હશે.

(નોંધ : ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી આપવામાં આવી છે. અમે તેના તથ્યો વિશે કોઈ દાવો કરતા નથી, કે અમે અંધશ્રદ્ધાને સમર્થન આપતા નથી)
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































