Aravalli: શામળાજી મંદિરના ગર્ભગૃહના દરવાજા સોનાથી મઢવામાં આવ્યા, સુવર્ણજડીત દ્વાર પર કૃષ્ણના અવતાર કંડારાયા, જુઓ તસ્વીરો

| Updated on: May 14, 2022 | 12:47 PM
અરવલ્લી (Aravalli) જિલ્લામાં શામળાજી (Shamlaji Tample) માં આવેલ ભગવાન વિષ્ણુનુ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આદીવાસી સમાજને શામળીયા ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા છે. પૌરાણિક મંદિરનો વિકાસ પણ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસ સ્થળને લઈ કરવામાં આવ્યો છે. મંદિરમાં પણ ટ્ર્સ્ટ દ્વારા ભગવાનનો રુઆબ વધુને વધુ સુંદર લાગે એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાથી મઢવામાં આવ્યા છે.

1 / 6
શામળાજી મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાના પતરાં વડે કલાત્મક રીતે મઢવામાં આવ્યા છે. આ પહેલા અહીં ચાંદીથી મઢેલા દરવાજા શોભી રહ્યા હતા. જેને બદલે હવે સોના જડીત દરવાજા લગાવવામાં આવ્યા છે.

2 / 6
સુવર્ણ જડીત નવા દરવાજામાં ભગવાનના જુદા જુદા અવતારોના ચિત્રોને ઉપસાવવામાં આવ્યા છે. જેના થી દરવાજામાં ભગવાનના અવતારના દર્શન અહીં શકશે. કલગી, નૃસિંહ ભગવાન, વામન જેવા અવતારોની છબી ઉપસાવવામાં આવી છે.

3 / 6
અમદાવાદના એક દાતા દ્વારા સુવર્ણ દાન મંદિરના દરવાજાને મઢવા માટે આપવામાં આવ્યુ હતુ. જેમની આ ગુપ્ત ભેટને સ્વિકારીને મંદિર દ્વારા સુંદર દરવાજા મઢવામાં આવ્યા હતા. જે માટે રુપિયા સાત લાખ રુપિયાની કિંમતના સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4 / 6
શામળાજી મંદિરમાં ભગવાનને આ પહેલા થોડાક સમય અગાઉ જ સુંદર હીરાજડીત સુવર્ણ મુગટ ભગવાનને સજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભગવાના ચહેરા પર કિંમતી ડાયમંડ પણ ટીકાના રુપમાં જડવામાં આવ્યો હતો.

5 / 6
પૌરાણિક શામળાજી મંદિર કલાત્મક સુંદર સ્થાપત્ય ધરાવે છે. મંદિરમાં 130 સેન્ટીમીટર જેટલી ઉંચી ચતુર્ભૂજ વિષ્ણુ પ્રતિમા આવેલ છે.  આ મંદિરને દશમી થી અગિયારમી સદીમાં નિર્માણ કરવામાં આવ્યુ હોવાનુ માનવામાં આવે છે. તેમજ મંદિરનુ બાંધકામ ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મંદિરનો તોરણવાળો પ્રવેશ દ્વાર ધરાવે છે. મંદિરનો જિર્ણોદ્ધાર 1762 ની સાલમાં થયેલાનુ તામ્ર લેખ પર થી જણાયેલુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">