
કીડીઓને ભગાડવા માટે લીંબુનો રસ પણ એક ઉત્તમ વિકલ્પ છે. એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરો. કીડીઓ હોય તે વિસ્તારો પર તેનો છંટકાવ કરો.

કીડીઓને ફુદીનાની તીવ્ર ગંધ પસંદ નથી. રુના નાના-નાના બોલ બનાવીને તેના પર ફુદીના અથવા લવિંગ તેલના થોડા ટીપાં નાખો અને તેને એવી જગ્યાએ મૂકો જ્યાં કીડીઓ વારંવાર આવે છે. આવું કરવાથી કીડીઓ આપ મેળે દૂર થશે.

આવું કરવાથી કીડીઓ સાથે સાથે જીવજંતુઓ અને કરોળિયાને પણ દૂર રાખશે.