ઘરમાંથી કીડીઓ દૂર કરવા આ 5 ઘરેલુ ઉપાયો અપનાવો, એક પણ લાલ કે કાળી કીડીને ઘરમાં જોવા નહીં મળે
તમે પણ તમારા ઘરમાં કીડીઓથી કંટાલી ગયા છો. આ ઘરેલું વસ્તુંનો ઉપયોગ કરીને તેને સરતાથી ઘરથી દૂર કરી શકાય છે. તમે પણ આ રીત અપનાવો.

કીડીઓ સામાન્ય રીતે ઘરમાં હરતી ફરતી જોવા મળતી હોય છે. જેમ કે રસોડામાં, બાથરૂમમાં અને બેડરૂમમાં પણ જોવા મળે છે, જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે. ક્યારેક, તેનાથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી, તમે કોઈપણ રસાયણો વિના તેમને સરળતાથી દૂર કરી શકો છો.

મીઠું અને બેકિંગ સોડાનો ઉપયોગ કરો - કીડીઓથી છુટકારો મેળવવા માટે તમે મીઠું અને બેકિંગ સોડા બંનેનો ઉપયોગ કરી શકો છો. એક કપ પાણીમાં બે ચમચી મીઠું ભેળવીને બનાવો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં રેડો અને કીડીઓના જ્યાથી પ્રસાર થતી હોય ત્યાં સ્પ્રે કરો. તેનાથી કીડીઓને દૂર ભાગશે.

વિનેગર અને પાણીનો ઉપયોગ કરો - કીડીઓને ભગાડવા માટે તમે સરકો અને પાણીના દ્રાવણનો ઉપયોગ કરી શકો છો. આ દ્રાવણ બનાવવા માટે, સફેદ સરકો અને સમાન પ્રમાણમાં પાણી એક બાઉલમાં રેડો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં રેડો. કીડીઓ જે રસ્તેથી પ્રસાર થાય છે ત્યાં આ મિશ્રણનો છંટકાવ કરો. સરકોની ગંધથી કીડી સરળતા ભાગી જશે.

કીડીઓને ભગાડવા માટે લીંબુનો રસ પણ એક ઉત્તમ વિકલ્પ છે. એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરો. કીડીઓ હોય તે વિસ્તારો પર તેનો છંટકાવ કરો.

કીડીઓને ફુદીનાની તીવ્ર ગંધ પસંદ નથી. રુના નાના-નાના બોલ બનાવીને તેના પર ફુદીના અથવા લવિંગ તેલના થોડા ટીપાં નાખો અને તેને એવી જગ્યાએ મૂકો જ્યાં કીડીઓ વારંવાર આવે છે. આવું કરવાથી કીડીઓ આપ મેળે દૂર થશે.

આવું કરવાથી કીડીઓ સાથે સાથે જીવજંતુઓ અને કરોળિયાને પણ દૂર રાખશે.
આ પણ વાંચો - ઉંદરોને માર્યા વિના ઘરમાંથી ભગાડવા માટેના આ 5 અસરકારક ઉપાયો અપનાવો!
