નવાપુરા બહુચર માતાજીના અન્નકૂટના કરો દર્શન, માગશર સુદ બીજે નવાપુરામાં રસ-રોટલીની નાત જમાડવામાં આવી

નવાપુરામાં બહુચર માતાજીના મંદિરમાં દર વર્ષે માગશર સુદ બીજના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બહુચર માતાજીના મંદિરમાં વિશાળ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ચાલો જાણીએ બહુચર માતાજીના અન્નકૂટની વર્ષો જૂની માન્યતા અને પરંપરા વિશે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Nov 26, 2022 | 12:06 PM
સંવત 1732ની આ વાત છે. નવાપુરામાં રહેતા 2 ભાઈઓ માતાજીના પરમ ભક્તો હતો. એકવાર મેવાડા જ્ઞાતિના બ્રાહ્મણોએ કહ્યું કે, માતા બહુચરાજીના પરમ ભક્ત છો, તો અમને જ્ઞાતિજનોને કોઈક વાર જમાડો. તેમની પરમ ભક્તિથી ઈર્ષા કરતા લોકોએ ટિખળ કરતા કહ્યુ કે , રસ-રોટલી જમાડો. તે સમયે બંને ભાઈઓએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર માગશર સુદના બીજના દિવસે જ્ઞાતિજનોને જમવા માટેનું આમંત્રણ આપ્યુ હતુ.

1 / 5
માગશર સુદ બીજને સોમવારના દિવસે બંને ભાઈઓ બહુચર માતાનું નિત્ય પૂજન કરીને એ વિચારમાં પડ્યા કે બધા જ્ઞાતિજનો જમણવાર માટે આવશે તો કરી શું ?  એક તરફ જમણવારનો સમય થતા  જ્ઞાતિજનો નવાપુરાની પવિત્ર ભૂમિ પર જમવા માટે ભેગા થવા લાગ્યા. બીજી તરફ હવે શું કરીશું ? તેનો વિચાર કરતા કરતા બંને ભાઈઓ કેરીના રસની શોધ કરતા કરતા સાબરમતી નદી કિનારે ( દૂધેશ્વર મંદિર ) આવીને બેઠા અને માતા બહુચરની સ્તુતિ કરવા લાગ્યા.

2 / 5
કહેવાય છે કે, બહુચર માતા પોતાના બંને ભક્તોની લાજ રાખવા માટે વલ્લભ રૂપે બહુચર અને ધોળા રૂપે નારસંગવીર બનીને બધીજ સામગ્રી બનાવીને આખી જ્ઞાતિને જમાડી. શિયાળાની ઋતુમાં રસ-રોટલી જમી ખૂબ ખુશ થઈને બધા જ્ઞાતિજનો વલ્લભ ભટ્ટ અને વલ્લભ ધોળાની વાહ-વાહી કરી હતી.

3 / 5
બીજી બાજુ બન્ને ભાઈઓ સ્તુતિમાં લીન હતા અને અચાનક જબકી ગયા. તે સમયે સાંજનો સમય થઈ ગયો હતો.  જ્ઞાતિજનો જમ્યા વગર પાછા ગયા હશે, આજે આપણી લાજ ગઈ હશે તેવું વિચારતા તેઓ નવાપુરા પાછા આવ્યા. પણ નવાપુરામાં આવીને જોયું તો રસોડામાં વાસણ પડયા હતા. બંને ભાઈઓ આ જોઈને સમજી ગયા કે માતાજીએ તેમની લાજ રાખી. માતાજીએ માનવ સ્વરૂપ લઈને આવીને આ બધુ કર્યુ છે આ વાત બન્ને ભાઈઓ જ્ઞાતિજનોને બોલાવીને જણાવી.

4 / 5

બહુચર માતા સાક્ષાત છે અને આજે પણ નવાપુરા મંદિર એ શ્રી બહુચર માતાને રસ-રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને માતાના ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. માતાજીનો ભવ્ય અન્નકૂટ પણ ભરવામાં આવે છે.આ પ્રસંગનો માતાજીની બહુચર બાવનીમાં ઉલ્લેખ છે. આ પ્રસંગ આજથી 345 વર્ષ પૂર્વે અમદાવાદના નવાપુરામાં જ બન્યો હતો. આ દિવસે માતાજીએ માનવ અવતાર ધારણ કરીને આજ જગ્યા પર પરચો આપ્યો હતો એટલે વર્ષમાં આ એક જ દિવસ માતાજીને ગર્ભગૃહમાંથી બહાર સભા મંડપમાં બિરાજમાન કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">