Gujarati News » Photo gallery » | Alia bhatt and shaheen bhatt to attend berlin international film festival
Gangubai Kathiawadi : આલિયા ભટ્ટ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રીમિયર કરવા માટે બહેન શાહીન સાથે મુંબઈથી થઈ રવાના
આલિયા ભટ્ટ આ દિવસોમાં ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવી રહી છે કારણ કે, તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આલિયા અને સંજય લીલા ભણસાલીની આ પહેલી ફિલ્મ છે.
આલિયા ભટ્ટ બહેન શાહીન ભટ્ટ સાથે 72માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ છે. તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું વર્લ્ડ પ્રીમિયર અહીં થવાનું છે.
1 / 5
આ દરમિયાન આલિયાના પરફેક્ટ એરપોર્ટ લુકે ઘણા ચાહકોને આકર્ષ્યા હતા. આલિયાએ આ દરમિયાન સંપૂર્ણ સફેદ આઉટફિટ સાથે સફેદ બૂટ પણ પહેર્યા હતા.
2 / 5
રિપોર્ટ્સ અનુસાર, આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બર્લિન સ્પેશિયલ સેગમેન્ટમાં બતાવવામાં આવશે. આ સેગમેન્ટમાં, આયોજકો રોગચાળા દરમિયાન શૂટ કરાયેલી ફિલ્મોને પ્રદર્શિત કરશે.
3 / 5
તમને જણાવી દઈએ કે, ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સંજય લીલા ભણસાલી સાથે આલિયાની આ પહેલી ફિલ્મ છે.
4 / 5
આલિયા ફિલ્મમાં ગંગુબાઈ કોઠેવાલીની ભૂમિકા ભજવી રહી છે. જેને નાની ઉંમરમાં વેશ્યાવૃત્તિમાં વેચી દેવામાં આવી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત વિજય રાજ, ઈન્દિરા તિવારી અને સીમા પાહવા જોવા મળશે, જ્યારે અજય દેવગન, ઈમરાન હાશ્મી અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે.