Ahmedabad: સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીની પારાયણને લઈ જનતામાં રોષ, શહેરી વિસ્તારમાં પાણીની અનિયમિતતા દુર કરવા માગ

સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદના (Ahmedabad) આ વિસ્તારમાં આજની તારીખે પણ પાણીની લાઈન (Water lines) ન પહોંચતા ટેન્કર (Tanker) મગાવવા લોકો મજબૂર છે. તેમાં પણ બે દિવસે એક વાર માંડ ટેન્કર (Tanker) આવે છે અને આ પાણી (Water) ભરવા માટે લોકોને લાઈન લગાવવી પડે છે.

Tauseef Malik
| Edited By: | Updated on: Apr 27, 2022 | 6:47 PM
 સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદના આ વિસ્તારમાં આજની તારીખે પણ પાણીની લાઈન  ન પહોંચતા ટેન્કર મગાવવા લોકો મજબૂર છે. તેમાં પણ બે દિવસે એક વાર માંડ ટેન્કર આવે છે અને આ પાણી ભરવા માટે લોકોને લાઈન લગાવવી પડે છે.

1 / 11
 આ દ્રશ્યો છે અમદાવાદના હાથીજણ, રામોલ અને મુમદપુરા વિસ્તારના. આ વિસ્તારના અમુક વોર્ડમાં પીવાનું પાણી ન મળતા લોકો પરેશાન છે.

2 / 11
એક તરફ તંત્ર દાવાઓ કરે છે કે રાજ્યના ખૂણેખૂણા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સવાલ એ થાય કે સ્માર્ટ સીટી અમદાવાદમાં જ જો આવી સ્થિતિ છે તો અંતરિયાળ ગામડાઓની તો વાત જ શું કરવી.

3 / 11
હાથીજણ અને રામોલના આ વિસ્તારોમાં લોકોએ દરરોજ સવારે પાણીના ટેન્કરની વાટ જોવી પડે છે. એટલું જ નહીં લોકોએ બધા કામ પડતા મુકી કાળઝાળ ગરમીમાં પાણી ભરવા લાઈનમાં લાગવું પડે છે.

4 / 11
લોકો ટેન્કર આવવાનું હોય તે પહેલા પાણી ભરવાના વાસણો લઈને કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આમ છતાં અમુક વખતે એક બેડું પણ પાણી નસીબ થતું નથી.

5 / 11
બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ જાણે પાણીની કોઈ મોટી સમસ્યા ન હોય તે રીતે ઉડાઉ જવાબ આપી હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

6 / 11
આ અંગે અમદાવાદ કોર્પોરેશનના મેયરને પુછવામાં આવતા મેયર કિરીટ પરમારે સ્વીકાર્યું કે, હાથીજણ વિસ્તારમાં પાણીનું નેટવર્ક નથી એટલે પાણીના ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

7 / 11
શહેરના પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર, ખોખરા, અમરાઇવાડી, રખિયાલ, બાપુનગર, રામોલ, હાથીજણ, લાંભા, નારોલ સહિતના વોર્ડમાં ભર ઉનાળે પાણીની તંગી સર્જાઈ છે.

8 / 11
 પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોવાથી લોકો ટેન્કર મંગાવવા મજબુર બન્યા. રખિયાલના સુંદરમનગરમાં છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે. સુંદરમનગરમાં 5 હજાર ઘરોમાં પ્રેશરથી પાણી નથી આવતું. ઉપરાંત જ્યાં પાણી આવે છે ત્યાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. પીવાના પાણીમાં ગટરના પાણીની દુર્ગંધ આવે છે. જેના કારણે ટેન્કરથી પાણી મંગાવવા લોકો મજબુર છે.

9 / 11
પીવાનું પાણી પ્રદુષિત આવતા ઝાડા ઉલ્ટીના કેસો ફાટી નીકળ્યા છે. આ અંગે સ્થાનિક લોકો અને કાઉન્સિલર દ્વારા એએમસીને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.

10 / 11
વિપક્ષે પાણી મુદ્દે સત્તાપક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં ૨૦ ટકા વિસ્તારમાં પાણીના નેટવર્ક જ હોવાનો આક્ષેપ કર્યો. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોર્પોરેશન 24 કલાક પાણી આપવાનો વાયદો કરે છે. વિપક્ષે આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાની યોજનાઓ માત્ર કાગળ પર જ છે. ( Photos By Tausef Mallik & Edited By Omprakash sharma)

11 / 11

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">