Ahmedabad: ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતાના નૃત્યોની, જુઓ તસ્વીરો

હોળી નિમિત્તે ખાસ આ સુફી ક્લાસિકલ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેને રસિયા કહેવામાં આવે છે, જે મથુરા વૃંદાવનમાં રાધાકૃષ્ણ રસિયા કરે છે, ત્રણ મહિનાની મહેનતથી આ નૃત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Mar 17, 2022 | 3:06 PM
હોળી નિમિત્તે ખાસ આ સુફી ક્લાસિકલ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેને રસિયા કહેવામાં આવે છે, જે મથુરા વૃંદાવનમાં રાધાકૃષ્ણ રસિયા કરે છે ત્રણ મહિનાની મહેનતથી આ નૃત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આ સુફી ક્લાસિકલ નૃત્ય ક્લાસિકલ નૃત્યનું મિશ્રણ હોવાથી ફક્ત નિષ્ણાતો દ્વારા જ આ પરફોર્મ કરી શકાય છે.

1 / 6

ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતા દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું, બીના મહેતાની સાથે તેમના શિષ્યો પણ જોડાયા હતા. આ સુફી નૃત્ય પાંચ શાસ્ત્રીય નૃત્યો ભારતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી, મોહિની અટ્ટમ અને કથકનું મિશ્રણ છે આ શાસ્ત્રીય નૃત્ય પૌરાણિક કથાઓ અને દેવી-દેવતા ઉપર આધારિત હોય છે.

2 / 6
હોળી પ્રાચીન અને લોકપ્રિય તહેવાર છે, જે પ્રેમ, રંગ અને વરસાદના તહેવાર તરીકે પણ ઓળખાય છે. હોળી આવતા જ ઉત્સાહ અને ઉલ્લાસનો અલગ જ અનુભવ થાય છે. વાતાવરણ રંગમય અને આનંદિત બની જાય છે, હોળી ફાગણ માસની પુનમનાં દિવસે  ઉજવવામાં આવે છે.

3 / 6
હોળીની ઉજવણી વિવિધ સમુદાયો અને સંસ્કૃતિમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, પરંતુ તેની પાછળની ભાવના એક જ હોય છે, આસુરી તત્વોનો નાશ કરીને દૈવી શક્તિના વિજયનું પર્વ ઉજવવામાં આવે છે.

4 / 6
હોળીના તહેવાર માટે અનેક કથાઓ પ્રચલિત છે, હોળી એક રાધા અને કૃષ્ણના શાશ્વત અને દિવ્ય પ્રેમની પણ કથા છે. જેમાં રાધા કૃષ્ણ અને ગોપીઓ સાથે હોળીના સુંદર ગીતો અને નૃત્યોનો પણ સમાવેશ થાય છે, આવો જ એક નૃત્ય સભર અને મનને પ્રફુલ્લિત કરે તેઓ સુફી ક્લાસિકલ નૃત્યનો કાર્યક્રમ અમદાવાદમાં કરવામાં આવ્યો.

5 / 6
હોળી ઉપર રાજસ્થાનમાં જેમ ઘુમર નૃત્ય કરવામાં આવે છે એવી જ રીતે વૃંદાવન મથુરામાં રસિયા નૃત્ય રમવામાં આવે છે, જે રાધાકૃષ્ણના દિવ્ય પ્રેમની અનુભૂતિ કરાવે છે. ( Photo- Manish Trivedi, Edited By- Omprakash Sharma)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">