
અમદાવાદ શહેરમાં કાલીબરી ટેમ્પલ પાસે પણ દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં બંગાળી કલ્ચરલ એસોસિએશન દ્વારા છેલ્લા 86 વર્ષથી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે.

અમદાવાદમાં કાલીબેરી ખાતે મારા અષ્ટમીના દિવસે માતાજીની ષડપોચારસ સહીત સંઘિ પૂજા કરવામાં આવી હતી. છઠથી વિજયાદશમી સુધી દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે. માતાજીની પૂજા થયા પછી પ્રસાદ લઈને ઉપવાસ ખોલવામાં આવે છે. દુર્ગા પૂજામાં માતાજીની સાથે લક્ષ્મીજી, સરસ્વતીજી, ગણેશજી અને ભગવાન કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવે છે.
Published On - 10:00 am, Tue, 24 October 23