Gujarati News » Photo gallery » Ahmedabad: A successful kidney and liver transplant was performed on a single day in a Myanmar patient
Ahmedabad: મ્યાનમારના દર્દીમાં એક જ દિવસે કિડની અને લીવરનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોવાનો દાવો તબીબો કરી રહ્યા છે, જેમાં જીવિત વ્યક્તિના શરીરમાંથી કિડની અને લીવર ( Kidney & Liver ) લઈને અન્ય દર્દીના શરીરમાં કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ( Kidney & Liver transplant) કરવામાં આવ્યું હોય.
કિડની કે લીવરની બીમારી હોય તો દર્દી અને તેના પરિવારજનો માટે સામાન્ય જીવન જીવવું દોજખ બની જતું હોય છે, ત્યારે મ્યાનમારના એક પરિવારના સ્વજનને કિડની અને લિવર બંને ખરાબ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે આ દર્દીને બચાવવો મુશ્કેલ હતો.
1 / 5
અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં આ દર્દીને લાવવામાં આવ્યા અને એક જ દિવસે એક જ સમય કિડની અને લીવર બંનેનું ટ્રાન્સપ્લાન્ટ સાથે કરવામાં આવ્યું.
2 / 5
ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોવાનો દાવો તબીબો કરી રહ્યા છે, જેમાં જીવિત વ્યક્તિના શરીરમાંથી કિડની અને લીવર લઈને અન્ય દર્દીના શરીરમાં કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય ગુજરાતમાં જીવિત વ્યક્તિઓમાં એકસાથે કીડની અને લિવરનું દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થયું નથી તેમ અપોલો હોસ્પિટલે દાવો કર્યો છે.
3 / 5
દર્દીનું ઓપરેશન 17 કલાક ચાલ્યું અને આ ઓપરેશન માટે દિલ્હીથી ખાસ એક્સપર્ટ તબીબોની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
4 / 5
27 લાખ જેટલી રકમનો ખર્ચ કર્યા બાદ આખરે દર્દીને નવું જીવન મળ્યું છે એનેસ્થેટિક નેફ્રોલોજીસ્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ એક્સપોર્ટ સહિતના અલગ અલગ વિભાગના તજજ્ઞ ડોક્ટરોની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડી 15 દિવસમાં દર્દીને ઘરે મોકલી શકાય તે રીતે તૈયાર કર્યો છે.