Lata Mangeshkar: નાસિક બાદ લતા મંગેશકરના અસ્થિ મુંબઈમાં પધરાવવામાં આવ્યા, જાણો કેમ ?

ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ નિધન થયુ હતુ. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. લતા મંગેશકર ભારતના સ્વર કોકિલા તરીકે જાણીતા હતા, જેમના ગીતો આજે પણ દરેકના દિલમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 10:13 PM
લતા મંગેશકરના નિધનને 1 અઠવાડિયું થઈ ગયું છે. તેમની વિદાયથી લોકો હજુ પણ આઘાતમાં છે. પરિવારથી લઈને ચાહકો અને હિન્દી સિનેમા સુધી, લતા મંગેશકરની ખોટથી દરેક જણ દુઃખી છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા.

1 / 5
લતા મંગેશકરની અસ્થિ નાસિકના પવિત્ર રામકુંડમાં વહાવવામાં આવી હોવાના સમાચાર હતા. પરંતુ હવે નવા સમાચાર આવ્યા છે કે, મુંબઈમાં પણ ગાયિકા લતા મંગેશકરની અસ્થિ વહાવવામાં આવી છે.

2 / 5
લતા મંગેશકરના પરિવારના સભ્યોએ ગાયિકાની રાખને મુંબઈના અરબી સમુદ્રમાં વહાવી દીધી છે. આ દરમિયાન લતા મંગેશકરના ભાઈ, તેમની ભત્રીજી અને ભત્રીજો પણ તેમની સાથે હતા.

3 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે લતા મંગેશકર મુંબઈને પ્રેમ કરતા હતા અને તેમના જીવનના ઘણા વર્ષો અહીં વિતાવ્યા હતા, તેથી તેમની અસ્થિ અહીં પણ વહાવવામાં આવી હતી.

4 / 5
એવું નથી કે આ નિર્ણય તેમના મૃત્યુના 2-3 દિવસ પછી લેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ બધું લતા મંગેશકરના મૃત્યુના દિવસે જ નક્કી કરવામાં આવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">