તાલિબાનના બુરખા રાજના ફતવા સામે, મહિલાઓએ પરંપરાગત ડ્રેસ પહેરીને કર્યો અનોખો વિરોધ,જુઓ Photos

તાલિબાને પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે શરિયા (Shariya) કાયદા હેઠળ અફઘાનિસ્તાન પર શાસન કરશે. ત્યારે મહિલાઓએ હવે તાલિબાનના બુરખા ફરમાન સામે અનોખુ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે.

1/6
નવી તાલિબાન સરકારે મહિલાઓ માટે બુરખા અને હિજાબ પહેરવાનુ ફરમાન બહાર પાડ્યુ છે. તેની સામે અફઘાન મહિલાઓએ ઈન્ટરનેટ પર ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ મહિલાઓ પરંપરાગત અફઘાન ડ્રેસ પહેરીને પોતાની તસવીરો પોસ્ટ કરી રહી છે.

2/6
અફઘાનિસ્તાન મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ #AfghanistanCulture અભિયાનના ભાગરૂપે, હવે અફઘાનિસ્તાન અને વિદેશમાં રહેતી મહિલાઓએ તેમના તસવીરો સાથે સેંકડો ટ્વીટ કર્યા છે.

3/6
બુરખાના વિરોધમાં મહિલાઓ પોતાના પરંપરાગત અફઘાન કપડાં પહેરેલી તસવીરો પોસ્ટ કરી રહી છે. મહિલાઓના કપડા પર તાલિબાનના પ્રતિબંધના વિરોધને વધુ તેજ કરવા માટે #AfghanistanCulture,  #AfghanWomen અને  #DoNotTouchMyClothes ટ્રેન્ડ કરવામાં આવી રહ્યુ છે.

4/6
અફઘાન મહિલાઓ માટે પરંપરાગત અફઘાન કપડામાં મહિલાઓ માથું ઢાંકવા માટે સ્કાર્ફ પણ પહેરે છે. જો કે, તાલિબાનોએ તેમના અગાઉના શાસનમાં મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત બનાવ્યો હતો અને ફરી એક વખત આવું કર્યું છે.

5/6
ત્યારે હવે મહિલાઓએ અફઘાન સમાજના વાસ્તવિક પરંપરાગત વસ્ત્રો બતાવવા અને બુરખા ફરમાન સામે મોરચો ખોલ્યો છે. આ માટે મહિલાઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ મહિલાઓએ તાલિબાનના હુકમનામું સામે પરંપરાગત ડ્રેસમાં તસવીરો શેર કરીછે.

6/6
તાલિબાનના કબજા બાદ કટ્ટરપંથીઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્વતંત્રતાને રોકવા માટે શ્રેણીબદ્ધ આદેશો જારી કર્યા છે. તે જ સમયે, તાલિબાનોએ જાહેરાત કરી છે કે મહિલાઓ ફરીથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે, પરંતુ તેમને ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન કરવું પડશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati