દુબઈમાં દશેરા પર ખુલ્યું નવું હિન્દુ મંદિર, જુઓ 72 હજાર ચોરસ ફૂટમાં બનેલા મંદિરની સુંદર તસવીરો

દુબઈના જેબેલ અલી ગામમાં ભારતીય અને અરબી સ્થાપત્યના મિશ્રણ સાથેનું ભવ્ય હિન્દુ મંદિર દશેરાના દિવસે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેને સહિષ્ણુતા, શાંતિ અને સૌહાર્દના મજબૂત સંદેશ તરીકે જોવામાં આવે છે. મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ભક્તો માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 9:10 PM
દુબઈમાં રહેનારા ભારતીયો ઘણા લાંબા સમયથી એ ઈચ્છા હતી કે પૂજા-અર્ચના માટે એક મંદિર બનાવવામાં આવે. આ મંદિર તૈયાર થયા બાદ ઘણા ભારતીયોનું સપનું સાકાર થયું છે.જે વર્ષોથી હિન્દુ આસ્થા સ્થળની રાહ જોઈ રહ્યા હતા.

1 / 7
અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આ મંદિરના સંબંધમાં ટ્વિટ કર્યું, 'સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ બાબતોના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન અને રાજદૂત સંજય સુધીરે દુબઈમાં નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, રાજદૂત સંજય સુધીરે UAEમાં 3.5 મિલિયન ભારતીયોને ટેકો આપવા બદલ UAE સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

2 / 7
'ખાલીજ ટાઈમ્સ' અખબારના સમાચાર અનુસાર, આ પ્રસંગે, પૂજારીઓએ 'ઓમ શાંતિ શાંતિ ઓમ' ના નારા લગાવીને લોકોનું મંદિરમાં સ્વાગત કર્યું અને આ દરમિયાન તબલા અને ઢોલ પણ વગાડવામાં આવ્યા.

3 / 7
જેબેલ અલી ગામ વિવિધ ધર્મોના પૂજા સ્થાનો માટે પ્રખ્યાત છે અને અહીં સાત ચર્ચ, એક ગુરુદ્વારા અને એક હિન્દુ મંદિર છે. હિંદુ મંદિરના ઉદ્ઘાટનની રિબન કાપવાની વિધિ પરિસરમાં સ્થિત મુખ્ય પ્રાર્થના હોલમાં થઈ હતી.

4 / 7
72 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ નવા હિંદુ મંદિરનું સ્થાપત્ય આકર્ષક છે. તેના નિર્માણની જાહેરાત 2020માં કરવામાં આવી હતી.

5 / 7
હિન્દુ મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફનું કહેવું છે કે દુબઈમાં હિન્દુ મંદિર ખોલવું એ માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે ગર્વની વાત છે.

6 / 7
દુબઈમાં ખોલવામાં આવેલા નવા હિન્દુ મંદિરમાં પણ લોકો પહોંચવા લાગ્યા છે. મંગળવારે UAE ના નાગરિકો પણ હિન્દુ મંદિર પહોંચ્યા હતા. આ સાથે મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં રાજદ્વારી મિશનના વડાઓ, વિવિધ ધર્મોના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકો સહિત 200 થી વધુ લોકો હાજર રહ્યા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">