Gujarati News » Photo gallery » A month after the wedding, Katrina Kaif shared a beautiful selfie and wrote this for Vicky Kaushal.
લગ્નને એક મહિનો પૂરો થવા પર કેટરીના કૈફે શેર કરી સુંદર સેલ્ફી, વિકી કૌશલ માટે લખી દીધી આ વાત
કેટરિના કૈફ (Katrina Kaif) તેના લગ્નની મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. તેણે તેના લગ્નને એક મહિનો પૂરો થવા પર વિક્કી કૌશલ (Vicky Kaushal) સાથેની એક સુંદર સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને બરાબર એક મહિનો થયો છે. આ ખાસ અવસર પર કેટરીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ સેલ્ફી શેર કરી છે. જેમાં આ કપલ હસતું જોવા મળે છે.
1 / 5
આ સેલ્ફી શેર કરતા કેટરિનાએ લખ્યું છે કે હેપ્પી વન મંથ માય લવ. આ તસવીરમાં બંને તેમના નવા ઘરમાં સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે.
2 / 5
થોડા દિવસો પહેલા કેટરીનાએ તેના નવા ઘરની કેટલીક સેલ્ફી શેર કરી હતી જેમાં તે મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી.
3 / 5
કેટરિના અને વિક્કીએ 2021માં 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના ફોર્ટમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા.
4 / 5
લગ્નમાં મીડિયાને મંજૂરી નહોતી. તેથી આ કપલની કોઈ તસવીર બહાર આવી નથી. તેઓએ લગ્ન બાદ જ તસવીરો શેર કરી હતી.