સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે કાંતશે ચરખો, ખાદી ઉત્સવમાં PM મોદી આપશે હાજરી

Ahmedabad: આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં એક અનોખી ઘટના જોવા મળશે. આવતીકાલે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

Aug 26, 2022 | 9:49 PM
Natwar Parmar

| Edited By: Abhigna Maisuria

Aug 26, 2022 | 9:49 PM

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે 'ખાદી ઉત્સવ'નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે . જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. માનનીય વડાપ્રધાન એ ખાદીને ખુબ પ્રોત્સાહન આપ્યું છે.  તેના લીધે ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. વર્ષ 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો નોંધાયો છે.

1 / 5
ગુજરાતના સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચરખાનું જીવંત નિદર્શન કરશે.

2 / 5

7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે.

3 / 5
કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

4 / 5
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ખાદી ઉત્સવ કાર્યક્રમની બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati