યુક્રેનમાં ફસાયેલા 32 વિદ્યાર્થી રેસ્ક્યૂ ફ્લાઈટથી સહી સલામત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, તમામ ગુજરાત આવવા થયા રવાના

યુક્રેન પર રશિયાના હુમલાના પગલે યુક્રેનમાં સ્થિતિ વધુ વણસી હતી જેને લઈને ભારતીય નાગરિકોને પરત લાવવાનું અભિયાન તેજ ચાલી રહ્યુ છે. જે અંતર્ગત યુક્રેન (Ukraine)માં ફસાયેલા ગુજરાતના 32 યુવા વિદ્યાર્થી પરત ફર્યા છે.

Feb 27, 2022 | 10:03 AM
Jignesh Patel

| Edited By: Tanvi Soni

Feb 27, 2022 | 10:03 AM

યુક્રેનમાં ફસાયેલા 32 ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી અને ભારત સરકારના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી આવી પહોંચ્યા છે.

1 / 5
આ 32 યુવા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના  નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશનર આરતી કંવરના માર્ગ દર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા હતા. ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમની  વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત  જવા રવાના કરવામાં આવ્યા છે.

2 / 5
આ તમામ ગુજરાતી વિદ્યાર્થીઓને તેમના વતન પહોચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

3 / 5
દિલ્હી એરપોર્ટ  આવી પહોંચેલા  32 યુવાનોના મુખ પર  હેમખેમ વતન રાષ્ટ્રમાં પરત આવી ગયાનો આનંદ દેખાઈ રહ્યો હતો.

4 / 5
આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટથી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati