Fact : 15 ઓગસ્ટના રોજ લોકો પતંગ કેમ ચગાવે છે ? આઝાદી સાથે આનો શું સંબંધ છે? 99% લોકો નથી જાણતા આની પાછળનો ઈતિહાસ

સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે એટલે કે 15 ઓગસ્ટના રોજ આકાશમાં પતંગ ઉડતા હોય છે. હવે તમે વિચારતા હશો કે, 15 ઓગસ્ટના દિવસે પતંગ કોણ ચગાવે છે અને કેમ ચગાવે છે?

| Updated on: Aug 11, 2025 | 6:10 PM
4 / 8
જણાવી દઈએ કે, ઉત્તર ભારતમાં જૂની દિલ્હી, ચાંદની ચોક અને લખનૌ જેવા શહેરોમાં લોકો મોજથી પતંગ ચગાવે છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા ધાબે ભેગા થાય છે અને પતંગ ઉડાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પરંપરા ફક્ત મનોરંજન સુધી મર્યાદિત નથી. આની પાછળ એક ખાસ ઇતિહાસ છુપાયેલો છે.

5 / 8
વાત એમ છે કે, પતંગ ચગાવવાની આ પરંપરા વર્ષ 1928 માં શરૂ થઈ હતી. આ સમયે ભારત બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા માટે લડી રહ્યું હતું. હવે આ સમય દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાયમન કમિશનનો વિરોધ કરવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી હતી.

6 / 8
સ્વાતંત્ર્ય સેનાનીઓ પતંગો પર 'સાયમન ગો બેક'ના નારા લખતા હતા અને પતંગને આકાશમાં ઉડાડતા હતા. ખાસ વાત એ છે કે,  આ કાળા પતંગો બ્રિટિશ શાસન સામે વિરોધનું પ્રતીક હતા. આ એક રચનાત્મક અને શાંતિપૂર્ણ પદ્ધતિ હતી, જેણે લોકોમાં આઝાદીની ભાવનાને વધુ મજબૂત બનાવી.

7 / 8
વર્ષ 1947 માં આઝાદી પછી, આ પરંપરાએ આનંદ અને ઉજવણીનું સ્વરૂપ લઈ લીધું. હાલની તારીખમાં પતંગ ઉડાડવું એ 'સ્વતંત્રતા'નું પ્રતીક છે. 15 ઓગસ્ટના રોજ આકાશમાં ઉડતા પતંગો દર્શાવે છે કે, ભારત હવે આઝાદ છે. દિલ્હીમાં ત્રિરંગાના રંગમાં ઉડતા પતંગો આકાશમાં દેશભક્તિની ગાથા દર્શાવે છે.

8 / 8
જો કે, દિલ્હીમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. આનું કારણ પતંગની દોરીઓને કારણે થતા અકસ્માતો છે. પતંગ ઉડાડવાની સાથે, સાવધાની પણ મહત્વપૂર્ણ છે. પતંગ ઉડાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ કે પતંગની દોરી કોઈને નુકસાન ન પહોંચાડે.