Tips: ફક્ત જાતને જ નહીં, કોરોના વાયરસથી ઘરને પણ બચાવવું છે જરૂરી, આ બાબતોનું રાખો ધ્યાન

Tips: કોરોનાવાયરસથી ઘરને બચાવવા માટે ઘરની સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારો મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર થાય છે

Tips: ફક્ત જાતને જ નહીં, કોરોના વાયરસથી ઘરને પણ બચાવવું છે જરૂરી, આ બાબતોનું રાખો ધ્યાન
Tips
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 12, 2021 | 3:52 PM

Tips: કોરોના વાયરસથી ઘરને બચાવવા માટે ઘરની સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારો મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર થાય છે. જો તમે ઘરની સફાઈ નું ધ્યાન નહીં રાખો તો વાઇરસની સમસ્યા વધી શકે છે. કોરોના વાયરસથી ઘરને સુરક્ષિત રાખવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

કિચન કિચન ઘરની મહત્વની જગ્યા છે. અહીં સફાઇનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કિચનમાં બહારથી આવેલી દરેક વસ્તુઓ ને ખાસ સેનેટાઇઝ કરો. શાકભાજી, ફળ અને બીજી વસ્તુઓને પહેલાં સેનેટાઇઝ કરો અને પછી એને કિચનમાં સ્થાન આપો. કિચનનું પ્લેટફોર્મ સાફ કરવા માટે ડિટર્જન્ટના મિશ્રણ અને બ્રશનો ઉપયોગ કરો. આ રીતે પ્લેટફોર્મ સારી રીતે સાફ કરવું જરૂરી છે. રસોઇનું કામ થઈ ગયા પછી સવારે અને સાંજે સારી રીતે પ્લેટફોર્મ સાફ કરવું જોઈએ. શાકભાજી અને ફળોને સાફ કરવા માટે એપલ સિડર વિનેગરને ગરમ પાણીમાં નાખીને મિશ્રણ બનાવો અને એમાં અડધી ચમચી મીઠું નાંખી લો. આનાથી શાકભાજી અને ફળ સારી રીતે સાફ કરો.

બાથરૂમ : કોરોનાવાયરસ ને ઘરથી દૂર રાખવા માટે ઘરના દરેક ખૂણાની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. બાથરૂમ ને નિયમિત રીતે સારી રીતે સાફ કરો. જો કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરે આવી હોય અને એણે બાથરૂમનો ઉપયોગ થયો હોય તો એને પહેલા સારી રીતે સાફ કરી લો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મંદિર : મંદિરની સારી રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પૂજા માટે બહારથી કોઇ સામાન લાવ્યા હોય તો એને સારી રીતે સાફ કરી એનો ઉપયોગ કરો. પૂજાનો રૂમ સાફ કરવો બહુ જરૂરી છે. જો તમારા ઘરમાં નાનકડું મંદિર હોય તો પણ એ નિયમિત રીતે સાબુના પાણીથી સાફ કરવું જોઈએ. માટીના દિવાને સાફ કરવા માટે એને સાબુના ગરમ પાણીમાં થોડી વાર રાખી ને પછી બ્રશથી સાફ કરી લો. અને પછી એને આખી રાત સુકાવા દઈને ફરીથી ઉપયોગમાં લો.

ડાઈનીંગ ટેબલની યોગ્ય સફાઈ જરૂરી : ડાઈનીંગ ટેબલની સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે એ ટેબલ પર જે ફળો રાખેલા હોય એ સારી રીતે સેનેટાઇઝ કરેલા હોય. ફળોને સારી રીતે સાફ કર્યા પછી ડાઇનિંગ ટેબલ પર રાખો. સવાર અને સાંજે ભોજન પછી સાબુના પાણીનું પોતું કરી ને ડાઈનીંગ ટેબલ સાફ કરો જેથી એના પર કોઈ ગંદકી ના રહે. ડાઇનિંગ ટેબલ ખરાબ ન થાય એ માટે ટેબલ મેટ પાથરી રાખો અને નિયમિત રીતે એને સાફ કરતા રહો.

લિવિંગ રૂમ : લિવિંગ રૂમની સફાઇ ની ક્યારેય અવગણના ન કરો. સૌથી પહેલાં તો વધારાનો સામાન દૂર કરી દો. કારણકે એમાં પછી ધૂળ જામવા લાગે છે. અને ગંદકી ફેલાય છે. વાયરસ થી બચવા માટે દરેક વસ્તુની સારી રીતે સફાઈ કરો. સ્વીચબોર્ડની નિયમિત સફાઇ કરો કારણકે દિવસમાં આપણે અનેકવાર એ જગ્યાએ હાથ લગાવતા હોઈએ છે.

બેડરૂમ : બેડરૂમની સફાઈ રાખવી પણ બહુ જરૂરી છે. કારણ કે આપણે મોટા ભાગનો સમય બેડરૂમમાં આરામ કરીને પસાર કરીએ છીએ. બેડશીટ નિયમિત રીતે ધોતા રહો. હંમેશા સ્વચ્છ બેડશીટ જ પાથરો. અને ઓશિકાના કવર દર અઠવાડિયે બદલો. બહાર જઈને આવ્યા પછી પહેરેલા કપડાંની બેડરૂમમાં રાખવાને બદલે તરફ ધોવા માટે મૂકી દો. બહાર પહેરવાના ચપ્પલ ક્યારેય બેડરૂમમાં ન રાખો. પડદાને સારી રીતે સાફ કરો.

ગેલેરી અને આંગણું : ઘરની ગેલેરી અને આંગણાની સારી રીતે સફાઈ કરો. અને ત્યાં ખરાબ પાણી ભેગું ન થવા દો. એમાં મચ્છર થઈ શકે છે અને બીમારી ફેલાઈ શકે છે.

ડ્રેસીંગ ટેબલ ડ્રેસીંગ ટેબલ પર નકામી વસ્તુઓ ભેગી ન થવા દો. અને નિયમિત સમયાંતરે સાફ કરો. નકામા કપડાને હૂંફાળા પાણી માં ડુબાડી ને એનાથી ડ્રેસીંગ ટેબલ પર રાખેલી વસ્તુઓ ને સાફ કરો.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">