પેટ્રોલ પંપ વાળા ખુલ્લેઆમ તમારી સાથે આ રીતે કરે છે છેતરપિંડી, જાણો તેનાથી બચવાના ઉપાયો

Petrol pump scams: આ સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and diesel prices) આસમાને છે, પરંતુ તેમ છતાં પણ લોકો કોઈને કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

પેટ્રોલ પંપ વાળા ખુલ્લેઆમ તમારી સાથે આ રીતે કરે છે છેતરપિંડી, જાણો તેનાથી બચવાના ઉપાયો
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 12:57 PM

Petrol pump scams: આ સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol and diesel prices) આસમાને છે, પરંતુ તેમ છતાં પણ લોકો કોઈને કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે, લોકો પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર બને છે. તેઓને બાદમાં ખબર પડે છે કે, તેઓ છેતરપિંડીનો ભોગ બની ગયા છે. જ્યારે વાહનમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભર્યા પછી પોતાનું વાહન યોગ્ય માઈલેજ આપી ન શકે ત્યારે આ ખ્યાલ આવે છે. પેટ્રોલ પંપ 100ના બદલે 50 નું પેટ્રોલ ભરી દે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ આવે છે. અને જાગૃત નાગરીકની પહેલ થી આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.

તો આજે આ લેખ દ્વારા જાણીશું કે તમે પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો ભોગ બનવાથી કેવી રીતે બચી શકો છો. તેના માટે તમારે પેટ્રોલ પંપ પર ઈંધણ લેતી વખતે વિવિધ પાસાઓ પર ધ્યાન આપવું પડશે. કારણ કે તમારી સહેજ પણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. તમારા ખિસ્સા પર અસર પડી શકે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના તમને સંપૂર્ણ ટિપ્સ જણાવીએ.

કેવી રીતે બચવું આ છેતરપિંડીથી ?

જે પેટ્રોલ પંપ પર મીટર ડિજિટલ હોય ત્યાં પેટ્રોલ ભરો:

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જો તમે પેટ્રોલ પંપ પર ઈંધણ લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારે સૌથી પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું પડશે કે, શું આ પેટ્રોલ પંપનું મીટર ડિજિટલ છે કે નહીં. કારણ કે ડીજીટલ મીટરવાળા પેટ્રોલ પંપ મશીનો વગર ઓછું પેટ્રોલ ભરવાની શક્યતા વધુ હોય છે. તેને પકડવું પણ મુશ્કેલ હોય છે જ્યારે ડીજીટલ મીટરવાળા પંપ પર છેતરપિંડી થવાની શક્યતા ઓછી હોય છે.

પેટ્રોલ ભરાવતી વખતે જો મીટર વચ્ચે-વચ્ચે અટકીને ચાલતું હોય, તો એલર્ટ રહો:

પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવતી વખતે તમે ઘણી વખત જોયું હશે કે, મશીન વચ્ચે-વચ્ચે અટકીને ચાલે છે, તેથી તમારે ત્યાં સંભાળીને રહેવાની જરૂર છે. કારણ કે મીટર વારંવાર બંધ થવાને કારણે પેટ્રોલનું નુકસાન થાય છે, જે વાસ્તવમાં તમારું નુકસાન છે. તેથી જ જ્યારે તમારી સાથે આવું થાય તો તરત જ મશીન ઓપરેટરને જણાવો.

પેટ્રોલ ભરાવતા પહેલા મશીનના મીટરનું શૂન્ય ચોક્કસપણે તપાસો:

ક્યારેક તમે ઉતાવળમાં શૂન્ય અને ડીજીટલ સ્ક્રિન તપાસતા નથી. ત્યારે તેનો લાભ લઈને પેટ્રોલપંપ વાળા શૂન્યથી મશીન શરૂ કરવાને બદલે, વધુ સંખ્યામાંથી કરે છે. આ છેતરપિંડી કરવાની પદ્ધતિ છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. જ્યારે પણ તમે પેટ્રોલ ભરો ત્યારે મશીનના મીટરમાં હંમેશા 0 જુઓ, પછી જો 0 દેખાય તો જ પેટ્રોલ ભરો.

મશીનની રીડિંગ પર સ્ટાર્ટથી ધ્યાન આપો:

ઘણી વખત એવું પણ થાય છે કે, મીટરનું રીડિંગ સ્ટાર્ટ થતા જ વધુ ઝડપે આગળ વધી જાય છે. જો આ રીડિંગ સીધું 10, 15 કે 20 થી શરૂ થાય છે, તો સમજો કે તમારી સાથે ચોક્કસપણે છેતરપિંડી થઈ રહી છે, મીટરનું રીડિંગ વધુમાં વધુ 3 અંકોથી શરૂ થવું જોઈએ.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">