જાન્યુઆરી…જાન્યુઆરી… કેવો વૈભવ, આ મહિનાનો?

આપણે જાન્યુઆરીની ઝિંદાદિલીની વાત કરતાં હતા. સત્યેન્દ્ર નાથ બોઝનું સ્મરણ છે? ભૌતિક વિજ્ઞાનના આ અધ્યાપકે આઈન્સટાઈનની સાથે મળીને બોઝ-આઈન્સટાઈન સ્ટેટેટીક્સ અને સાપેક્ષતાવાદની થીયરી શોધી હતી.

જાન્યુઆરી...જાન્યુઆરી... કેવો વૈભવ, આ મહિનાનો?
Image Credit source: File Image
Follow Us:
| Updated on: Jan 16, 2023 | 4:24 PM

જાન્યુઆરીના પંદર દિવસ તો વીતી ગયા! ઉત્તરાયણના પતંગો હજુ ક્યાંક ઇધર ઉધર અટવાયેલા દેખાતા હશે. ચાઇનીઝ દોરી કેટલાકના ગળા કાપ્યા. ચીકકી, બોર, જલેબી, ઊંધિયુંની જયાફત ચારે તરફ હતી. સામેના ઉમેદવારનો પતંગ કાપવામાં કામે લાગેલા વિજિત ઉમેદવારો, મંત્રીઓ પણ ધાબે ચડીને “એ…. કાયપો!”નો વિજયનાદ કરતાં હતા, ત્યારે તેમણે ડિસેમ્બરની ચૂંટણી બરાબર યાદ આવી ગઈ હશે. મજા તો ત્યારે આવે કે આ જીતેલા અને હારેલા ઉમેદવારો ઉત્તરાયણ કે વાસી ઉત્તરાયણના દિવસે બે ધાબા પર સામસામા પતંગ ચઢાવતા હોત!

ફીરકી પકડનારા તો બંનેને મળી રહ્યા હોત! ખેલ એટ્લે કે રમતની સાથે જ એક શબ્દ જોડાયેલો રહ્યો છે.”દિલી”. ખેલદિલી શબ્દ મનુષ્યજાતનું ગૌરવ છે. હજુ ચાલુ રહેલા યુક્રેન રશિયા યુદ્ધમાં તે ક્યાંય દ્રષ્ટિગોચર થતી નથી. બંને તરફ વિમાને ઉડતા યુદ્ધ-જહાજો, અગ્નિ અને ધુમાડો, નિર્દોષોની કત્લેઆમ,… આમાં દિલ ક્યાંથી આવે? હા, પોતાની જીતને માટે ખતરનાક ખેલ જરૂર ચાલે છે.

પુટીન અને ઝિંગ પેંગ તેમજ પેલો કોરિયાનો ગુસ્તાખ નેતા અને અફઘાનિસથાની તાલિબાનો તેમાં મોખરે છે, કોઈ બીજા દેશને અને કોઈ પોતાના દેશના નાગરિકોના ઢગલાબંધ મૃતદેહોથી પોતાની કાતિલ મહત્વાકાંક્ષાની પૂર્તિ કરતાં રહે છે. તેને અટકાવી શકે તેવી કોઈ યુનો, યુનેસ્કો નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આપણે જાન્યુઆરીની ઝિંદાદિલીની વાત કરતાં હતા. સત્યેન્દ્ર નાથ બોઝનું સ્મરણ છે? ભૌતિક વિજ્ઞાનના આ અધ્યાપકે આઈન્સટાઈનની સાથે મળીને બોઝ-આઈન્સટાઈન સ્ટેટેટીક્સ અને સાપેક્ષતાવાદની થીયરી શોધી હતી. મેડમ ક્યુરીની સાથે પણ તેમણે શોધકાર્ય કરેલું. જન્મ્યા હતા બરાબર આ મહિને, પહેલી જાન્યુઆરી, 1894. સ્થાન કોલકાતા. અવસાન 4 ફેબ્રુઆરી,1974.

આપણે ત્યાં અમદાવાદમાં ઈસરો સાથે કાર્યરત ડો. સતિશ ધવન અવકાશી સિદ્ધિના નાયક હતા. વિક્રમ સારાભાઈના ઉત્તમ ઉત્તરાધિકારી. 2002માં બીજી જાન્યુઆરીએ અવસાન પામ્યા. ગોવા સત્યાગ્રહના નેતા અને દાંડી કૂચના સૈનિક વિષ્ણુ દામોદર ચીતલે 4 જાન્યુઆરીએ 1906માં કોલ્હાપુરમાં જન્મેલા. મૂળ સામ્યવાદી પણ 1942માં ભારત છોડો આંદોલનમાં કૂદી પડ્યા. સામ્યવાદી પક્ષ તો ગાંધીજીના આ આંદોલનના વિરોધી હતો એટ્લે ચીતલે ને બરતરફ કર્યા હશે! 1962માં ચીની આક્રમણ સમયે પણ તેમણે ચીની દાનતનો વિરોધ કર્યો.

પાંચમી જાન્યુઆરી આપણા ગુજરાતને માટે એક મહાન ક્રાંતિકારીની પુણ્ય સ્મૃતિનો દિવસ છે. બારીન્દ્ર કુમાર ઘોષ તેનું નામ. અરવિંદ ઘોષના તે નાના ભાઈ થાય. છેક ઈંગ્લેન્ડમાં 5 જાન્યુઆરીએ તેમનો જન્મ થયો અને ભારત આવ્યા તો સમગ્ર યુવાની ક્રાંતિકારી સંઘર્ષમાં વિતાવી. માણિકતોલા ક્રાંતિ સંગઠનની સ્થાપના કરી, યુગાંતર નામે અખબાર પ્રકાશિત કર્યું. અનુશીલન સમિતિ ઊભી કરી. ભગિની નિવેદિતાની પ્રેરણા પ્રાપ્ત થઈ.

તેમનું પુસ્તક વર્તમાન રણનીતિ તો બંગ ક્રાંતિકાર યુવાનો માટે પાઠ્યપુસ્તક બની ગયું હતું. બારીન્દ્રને અલીપોર બોમ્બ મુકદ્દમામાં પહેલા ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી પછી તે આજીવન કાળાપાણીમાં તબદીલ કરવામાં આવી. 1920માં તેઓ મુક્ત થયા. દૈનિક વસુમતીના તંત્રી રહ્યા. 1959માં તેમનું અવસાન થયું.

પાકિસ્તાન અને ચીનના મોરચે બહાદુરીપૂર્વક લડેલા બાના સિંઘના નામે, જે શિખર તેમણે દુશ્મનો પાસેથી કબ્જે કર્યું હતું, તેને “બાના ટોપ” નામ આપવામાં આવ્યું છે. હતો તો આ સૈનિક માત્ર નાયબ સૂબેદાર પણ જે રીતે લડ્યા તે યાદગાર ઈતિહાસ બની ગયા, ટ્વેમનો જન્મ પણ આ જાન્યુઆરીની 6 તારીખે કાશ્મીરમાં થયો હતો અને સાતમી જાન્યુઆરી એટ્લે ભગવાન સોમનાથના દેવાલયનો મુહમ્મદ ગઝનવી દ્વારા ધ્વંશનો દિવસ.

જાન્યુઆરીના થોડાક બીજા પણ સ્મૃતિશેષ નામો છે. શશીભૂષણ ચૌધરી ક્રાંતિકાર અને રાત્રીશાળાના ઝુંબેશી હતા. એટલું કામ કર્યું કે ટીબીના ભોગ બન્યા તો પણ બ્રિટિશ સરકારે તેને કુટુંબ સહિત નજરકેદ રાખ્યા. 8 જાન્યુઆરી 1863 તેમનો બંગાળમાં જન્મ અને 1922માં દેહાવસાન.

નોબલ સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક ડો. હારગાવિંદ ખુરાના (9જાન્યુઆરી),બ્રિટિશરોના અન્યાયી મુકદમા સામે વકીલ તરીકે લડેલા ડો. રાધવિનોદ પાલ (27 જાન્યુઆરી) ઈંગ્લેન્ડ ફ્રાંસ અને બીજા મિત્ર દેશોએ બીજા વિશ્વયુદ્ધમાં વિજેતા બન્યા પછી જાપાન જર્મનીનું વેર લેવા માટે એક નવો કાયદો બનાવ્યો અને યુદ્ધ અપરાધીઓ તરીકે જાપાનના વડાપ્રધાન સહિત અનેકોની સામે મુકદ્દમો ચલાવવામાં આવ્યો.

તેમાં 10 ન્યાયાધીશોએ તો જનરલ તોજો સહિતનાને ફાંસીની સજા ફરમાવી પણ એક ન્યાયધીશ ડો. રાધાવિનોદ પાલે ઈનકાર કર્યો. કોઈ બનાવ બની ગયા પછી કાયદો ઊભો કરીને સજા કરવી તે તો અન્યાય છે. ન્યાય સંગત નથી એમ કહીને બધાને દોષમુક્ત જાહેર કર્યા હતા. ભારતમાં તો કશું સ્મરણ સ્થાન નથી પણ જાપાનમાં તેમનું સ્મારક છે અને જાપાની લોકો તેમને દેવની જેમ પૂજે છે.

જાન્યુઆરી (27, 1886)માં જન્મ્યા અને બીજા એક જાન્યુઆરી (10 જાન્યુઆરી, 1967) અવસાન પામ્યા. આઘાતની વાત આ છે કે આવો મહાન દેશભક્ત ધારાશાસ્ત્રી અત્યંત કંગાળ ગરીબ અવસ્થામાં મૃત્યુ પામ્યા, આપણે કોઈ દરકાર કરી નહીં. સેવા સિંહ તો ગદર પરતીનો નેતા. કેનેડામાં તેણે અત્યાચારી હોપ્કિંસનણે ઠાર કર્યો 11 જાન્યુઆરી, 1935ના તેને ફાંસી આપવામાં આવી.

12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ 1863માં જન્મ્યા હતા. ગુજરાતની સાથે તેમનો નિકટનો પ્રેરક નાતો હતો, તે વિશે આ લેખકે ઉત્તીષ્ઠ ગુજરાત નામે નવલકથા લખી છે. ભારત-સોવિયેત અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949માં પંજાબમાં થયો હતો.

આ શનિવારે હતી મકર સંક્રાંતિ. ઉત્તરાયણ નામ ખગોળ વૈજ્ઞાનિક વારાહ મિહિરે આપ્યું હતું એટ્લે લખો વર્ષથી આ આપણો પોતાનો ઉત્સવ છે. આ દિવસે ભાગીરથના તપથી ગંગાનું ભરતભૂમિ પર અવતરણ થયું હતું. સદીઓથી પુણ્યવાહિની ગંગા આપણા દિલોદિમાગમાં વહે છે. કેવો છે આ જાન્યુઆરી મહિનાના પૂર્વાર્ધણો મહિમા!

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">