કોણ ગાંધી? કોણ ગાંધીજન? કોણ કુલગુરુ? કોનું સમર્થન અને કોણ વિરોધી?

વિદ્યાપીઠનું પોતાનું માળખું છે, કુલગુરુ ,વાઈસ ચાન્સેલર, કાર્યવાહક સમિતિ વગેરે છે, આઝાદી પછી તેને યુ.જી.સી. સરકાર વગેરેનું વ્યાપક ફંડ મળે છે. ત્યાંના શિક્ષણમાં પ્રાર્થના, કાંતણ કામ અને ખાદીના વસ્ત્રો ફરજિયાત આ સિવાય પ્રચલિત વિદ્યાભ્યાસ છે.

કોણ ગાંધી? કોણ ગાંધીજન? કોણ કુલગુરુ? કોનું સમર્થન અને કોણ વિરોધી?
Gujarat VidhyapithImage Credit source: File Image
Follow Us:
| Updated on: Oct 08, 2022 | 4:23 PM

કોઈ મુદ્દો જ નથી છતાં કાગારોળ શરૂ થઈ છે , નિમિત્ત આશ્રમ માર્ગ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) છે. તેની પૂર્વે ઈન્કમટેક્ષ ચોકમાં ગાંધીજીની એક વિશાળ પ્રતિમા છે, જોકે તેનો ચહેરો નહીં પણ પીઠ વિદ્યાપીઠ તરફ છે, જેવુ આખા દેશમાં 1947થી દેખાયું છે: અમે બાપુ તણા પગલે એવા છીએ ચાલ્યા, હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે!” અને જુઓ તો ખરા કે ગાંધીજનો અને નવા ગાંધી તેવું નથી કરી રહ્યા, તેઓ જેમને ગોડસે તરફી કે ગાંધી વિરોધી કાયમને માટે ખપાવતા આવ્યા છે તે વડાપ્રધાન અને આર.એસ.એસ ગાંધી-ચિંતનની સાચી મથામણ કરી રહ્યા છે તેઓ વિસ્મૃત ગાંધીને રચનાત્મક ચિંતન અને કામના માધ્યમથી જીવંત રાખી રહ્યા છે અને આ વાત મને જુલાઈ મહિનામાં વર્ધા નજીકના બાપુના આશ્રમમાં અને વિનોબાના પવનાર આશ્રમમાં કેટલાક અધ્યાપક દર્શનાર્થીઓએ કહી! અને તેની નજીક મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વ વિદ્યાલય, વર્ધામાં :સ્વબોધ-સુશાસન-સ્વરાજ” વીશી પર બે એવા વકતાઓ બોલી રહ્યા હતા કે ભારતીય ચિંતન અને કાર્યમાં ગાંધીજી અને વિનોબાજીનું પ્રદાન સૌથી મહત્વનું છે.

હવે બન્યું એવું છે કે રાહુલ ગાંધીએ તો બધે જાહેર કરી દીધું કે અમે ગાંધીના માર્ગે અને તમે સાવરકર અને ગોડસેની વિચારવાળા છો. ભારત યાત્રામાં પણ આ એક જ એચ.એમ.વી થાળી વાજુ સાંભળવા મળે છે. તેનો રેલો છેક અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના દરવાજે પહોંચી ગયો. વિદ્યાપીઠનો ઈતિહાસ ભવ્ય છે. ખંડહર બતા રહા કિ ઈમારત કિતની બુલંદ થી.. રાષ્ટ્રીય મહાવિદ્યાલયો આખા દેશમાં કાશી હિન્દુ વિદ્યાપીઠ, જામિયા મિલીયા, તિલક વિદ્યાપીઠ, ગુરુકુળ કાંગડી, વગેરે તેવા નામો નારાયણ દેસાઈએ ગાંધી જીવનકથામાં આપ્યા છે.

ગુજરાત વિદ્યાપીઠ ગાંધી-વિચાર, દાંડી સત્યાગ્રહ, આચાર્ય કૃપલાણી, ગિદવાણી, કાકા સાહેબ કાલેલકર અને સરદાર વલ્લભભાઈની સાથે એક ય બીજી રીતે જોડાયેલી રહી. જોકે નારાયણ દેસાઈ ગાંધી-જીવન વૃત્તમાં નોંધે છે તેમ કોઈ મોટા સત્યાગ્રહ કે અસહકારની લડત દરમિયાન આ રાષ્ટ્રીય મહા વિદ્યાલયો ધમધમતા રહેતા, પછી વિદ્યાર્થીઓએ છોડી જઈને પોતાની શાળા કોલેજોમાં જોડાઈ જતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વિદ્યાપીઠનું પોતાનું માળખું છે, કુલગુરુ ,વાઈસ ચાન્સેલર, કાર્યવાહક સમિતિ વગેરે છે, આઝાદી પછી તેને યુ.જી.સી. સરકાર વગેરેનું વ્યાપક ફંડ મળે છે. ત્યાંના શિક્ષણમાં પ્રાર્થના, કાંતણ કામ અને ખાદીના વસ્ત્રો ફરજિયાત આ સિવાય પ્રચલિત વિદ્યાભ્યાસ છે. બીજે ઘણે આદિવાસી સંસ્કૃતિ, ગાંધી વિચારનો એક વિભાગ આવું હોય છે તેમ અહી પણ છે. સૌથી મહત્વનું સ્થાન તેનું ભવ્ય ગ્રંથાલય અને વાચનાલય છે.

વિદ્યાપીઠમાં અત્યાર સુધી ઈલા બહેન ભટ્ટ ચાન્સેલર હતા. હવે કોઈ ચાન્સેલર “ગાંધીજન” જોઈએ એવું કહીને વિરોધ કરનારા નવ સભ્યોને એ જાણ હોવી જોઈએ કે ખુદ ઈલાબહેને ગાંધી-સંસ્થા મજૂર મહાજનની જોહુકમીની સામે અવાજ ઉઠાવ્યો હતો. આચાર્ય કૃપાલાણી તો 1952ની ચૂટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ કૃષક મઝદૂર પ્રજા પક્ષની સ્થાપના કરી હતી અને ગુજરાતમાં તેમના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. વિદ્યાપીઠના એક વધુ ચાન્સેલર મોરારજીભાઈ દેસાઈએ હાલના કોંગ્રેસના અસ્થાયી પ્રમુખના સાસુજી શ્રીમતી ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી સામે લડીને વડાપ્રધાન બન્યા હતા. એટ્લે એ કોંગ્રેસ કે બીજા કેટલાક “લિબરલ્સ” અથવા “ અર્બન નક્ષલ” કહે તે જ ગાંધીજન એ એક પ્રકારની અશપૃશ્યતા છે.

ગાંધી વિચાર તો કોઈ પણ અપનાવી શકે. નાનાજી દેશમુખ સંઘ પ્રચારક હતા, તેમણે ઉત્તર પ્રદેશમાં કેટલું મોટું રચનાત્મક કાર્ય કર્યું છે. જનસંઘના વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાય તેમના “એકાત્મ માનવ દર્શન“માં કહે છે કે સંઘ અને સર્વોદય બંનેના વિચારો એકસમાન છે અને તે બંનેનો સહયોગ ગાંધીના સ્વપ્નના ભારતનું નિર્માણ કરી શકશે.

પણ અહીં, નવા ચાન્સેલરની નિયુક્તિમાં 13 સભ્યોએ કહ્યું કે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું શિક્ષણ, પર્યાવરણ ,પ્રાકૃતિક ખેતી, ગૌ-વંશ સંવર્ધન જેવા કાર્યો ગાંધી વિચારનું અમલીકરણ કરે છે, તેમણે વિનંતી કરીએ કે તેઓ આ પદ સંભાળે. યાદ રહે કે સરકાર કે રાજયપાલ બેમાંથી કોઈએ સામે ચડીને પોતાને પદ મળે તેવું કહ્યું નથી. છતાં કાગારોળ (“આ કોઈ શ્રાદ્ધ પક્ષના કાગડા નથી. સંઘ-ભાજપ વિરોધી ભૂસું ભરીને બેસેલો એક વર્ગ છે: આ વિધાન અહેવાલો અને ટીકા ટિપ્પણીઑ વાંચીને મારા એક પત્રકાર મિત્રે કર્યું છે.) તેઓ પોતે કેવા ગાંધીજનો છે? એક રસપ્રદ ઉદાહરણ છે.

નવજીવન પ્રેસે (તેનો પણ ગાંધી વિષે કહેવાનો, બોલવાનો, વર્તવાનો, પ્રકાશનનો પૂરો અધિકાર છે) એક ગાંધી-વિષયક એક પુસ્તક છાપ્યું તેના મુખપૃષ્ઠ પર ચક્ર જોઈને તે સમયના વિદ્યાપીઠના ગાંધીજન ઉપકુલપતિ ઉકળી ઉઠ્યા, “અરે!અરે! ચક્ર તો હિંસાનું પ્રતીક! ગાંધીજીના પુસ્તક પર તેવું મુકાય? “ વિદ્યાપીઠમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા એક અધ્યાપક વિદ્વાન રમૂજમાં કહેતા કે વિદ્યાપીઠમાં ભણતા કે ભણાવતા સભ્યોએ બટાકા વડા ખાવાનો પ્રતિબંધ, કારણ કે તે સાત્વિક આહાર નથી, હા, તમે શ્રીખંડ ખાઈ શકો, તે સાત્વિક છે!

કાગારોળના મુદ્દા એવા છે કે “વિદ્યાપીઠનું સરકારીકરણ થઈ રહ્યું છે” “સંઘીકરણ થઈ રહ્યું છે” “ગાંધીથી સામા છેડાની વિચારધારા સ્થાપિત કરવાની સાજિશ છે”, “તેઓ સંસ્થાને કબ્જે કરી લેવા માગે છે””ગ્રાન્ટ ચાલુ રાખવા માટે આ નામ મૂકવામાં આવ્યું છે.” “વાઈસ ચાન્સેલર ભાજપના એક મોટા નેતાને મળ્યા ત્યારે આવું નક્કી થયું હતું” સામાન્ય નાગરિકના ગળે ના ઉતરે એવી આ દલીલો છે. ગુજરાત સાહિત્ય પરિષદ કેટલાંક વર્ષોથી સ્વાયત્ત અકાદમીના નામે સરકાર અને ભાજપ કે સંઘ સામે અને નિરર્થક ટીકાઓ કરતી રહી છે પણ તેમના પ્રકલ્પો અને બીજી બાબતોમાં આપતી આર્થિક સહાય ચાલુ જ રહી છે એટ્લે તથ્યો જાણ્યા સિવાયની આલોચના નિરર્થક છે.

વિદ્યાપીઠને સક્ષમ અને વિદ્યાકીય રીતે સજ્જ કરવી હોય તો આ બધો નિરર્થક આલાપ પ્રલાપ બાજુ પર રાખીએ. અહીં આજે અને ભૂતકાલમાં પણ ઉત્તમ અધ્યાપકો અધ્યાપન કાર્ય કરી ચૂક્યા છે. રસીકલાલ પરિખ, કાકા સાહેબ કાલેલકર, રામલાલ પરિખ, જીતેન્દ્ર દેસાઈ, ચંદ્રકાંત શેઠ, ઉશબહેન ઉપાધ્યાય અને બીજા પણ નામો ગણાવી શકાય. રાજેન્દ્ર ખીમની પણ સાચા અર્થમાં ગાંધીજન કહી શકાય તેવા પિતા અમૂલખ ભાઈ ખીમાણીના પુત્ર છે. એટ્લે “ગાંધી” :ગાંધીજન” “ગાંધીવિરોધી” જેવા ધરાર ઊભા કરેલા મુદ્દાઓ છોડીને વિદ્યાપીઠને વધુ સારું વિદ્યાધામ બનાવવામાં સહયોગ આપવો જોઈએ.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">