શું થશે જો કોઈ વ્યક્તિ 30 દિવસ સુધી ગળ્યું ખાવાનું બંધ કરી દે? જાણી લો આ મહત્વની જાણકારી

ખાંડ સ્વાદમાં મીઠી છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઝેરથી ઓછી નથી. મીઠો સ્વાદ ભલે તમને થોડી ક્ષણો માટે સારો લાગી શકે છે પરંતુ પાછળથી તે તમને ઘણી બીમારીઓ આપી શકે છે.

શું થશે જો કોઈ વ્યક્તિ 30 દિવસ સુધી ગળ્યું ખાવાનું બંધ કરી દે? જાણી લો આ મહત્વની જાણકારી
સફેદ ખાંડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:58 PM

જો તમે ડાયાબીટીસના દર્દી છો અથવા તમે ડાયાબીટીસના દર્દી બનવા તરફ આગળ વધી રહ્યા છો. આ બંને કિસ્સાઓમાં તમને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું ખરેખર મીઠા ખોરાકને સંપૂર્ણપણે છોડી દેવો જોઈએ? જો કોઈ વ્યક્તિ 30 દિવસ સુધી મીઠાઈ ન ખાય તો શું થશે? આવા સવાલોના જવાબ અમે તમને આ અહેવાલમાં આપી રહ્યા છીએ.

એક સર્વે પરથી સમજો

વર્ષ 2019માં અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ દર વર્ષે સરેરાશ 28 કિલો ખાંડનો ઉપયોગ કરે છે. આ દર્શાવે છે કે વધારે પડતી ખાંડ શરીર માટે જીવલેણ સાબિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વ્યક્તિએ દિવસમાં 6-7 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જો તમે તેને ગ્રામમાં જુઓ તો તેનો સીધો અર્થ એ છે કે દિવસમાં માત્ર 25-30 ગ્રામ ખાંડ જ ખાવી જોઈએ, જો તમે આનાથી વધારે ખાશો તો તમને બિમારીઓ લાગુ પડશે. જ્યારે અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે મહિલાઓએ પુરુષો કરતાં ઓછી ખાંડ ખાવી જોઈએ. આ સંગઠન મુજબ પુરુષોએ દિવસમાં 150 કેલરીની ખાંડ અને મહિલાઓએ માત્ર 100 કેલરી સુધીની ખાંડ જ ખાવી  જોઈએ.

જો તમે 30 દિવસ સુધી મીઠાઈ ન ખાવ તો શું થશે?

ગળ્યું ઘણી રીતે ખાઈ શકાય છે, પરંતુ આપણે ખાંડનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. ખાંડનો ઉપયોગ લગભગ દરેક મીઠાઈમાં થાય છે. આવી સ્થિતિમાં મીઠાનું સૌથી મોટું મૂળ ખાંડ છે. ખાંડ સ્વાદમાં મીઠી છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઝેરથી ઓછી નથી. મીઠો સ્વાદ ભલે તમને થોડી ક્ષણો માટે સારો લાગી શકે છે, પરંતુ પાછળથી તે તમને ઘણી બિમારીઓ આપી શકે છે.

આવી સ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ 30 દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરે છે, ત્યારે તે પહેલા કરતા વધારે એનર્જેટીક અનુભવ કરે છે. ચીડિયાપણું ખત્મ થઈ જાય છે અને થાક ઘટવા લાગે છે. પરંતુ એ વાતનું  ધ્યાન રાખો કે ખાંડ એકદમથી જ છોડી દેશો નહીં.

મીઠું છોડવાની સાચી રીત કઈ છે

જો તમે અચાનક ખાંડ ખાવાનું બંધ કરી દો છો તો તમે અચાનક નબળાઈ અનુભવવાનું શરૂ થશે. આને ટાળવા માટે ખાંડની માત્રા ધીમે ધીમે ઓછી કરો. ઉદાહરણ તરીકે જો તમે તમારી સવારની ચામાં 2 ચમચી ખાંડ લો છો તો પહેલા તેને એક અને પછી અડધી ચમચી કરો અને પછી તેને ધીરે ધીરે છોડી દો.

જો કે, તે સમજવાની બાબત છે કે તમે ખાંડ ખાવાનું છોડી શકો છો, પરંતુ તમારે મીઠી વસ્તુઓ જેમ કે ફળો, અનાજ વગેરે ખાતા રહેવું જોઈએ. જો તમે મીઠી વસ્તુઓ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો તો તે તમારા શરીર માટે જોખમી બની શકે છે.

મીઠી વસ્તુઓ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધા પછી તમારું શરીર ચરબીમાંથી ગ્લુકોઝ બનાવવા માટે કીટોન્સ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને આ કીટોન્સ શરીરમાં સંગ્રહિત ચરબીને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે, જેના કારણે તમારી ચરબી ઓગળવા લાગે છે. આ પ્રક્રિયાને કીટોસિસ કહેવામાં આવે છે. પરંતુ આ રીતે વજન ઓછું કરવું હાનિકારક છે કારણ કે તમારા સ્નાયુઓમાં કીટોન્સને કારણે દુખાવો શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો :  Lifestyle : જો દહીંને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો, આ ઉપાય લાગી શકે છે કામ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">