Valentine’s Day: મોતના મુખમાંથી પત્નીને છોડાવી લાવ્યો ડોક્ટર પતિ, ઈલાજના રૂપિયા માટે MBBS ની ડિગ્રી ગીરવે મૂકી

ડો. સુરેશનું કહેવું છે કે તેણે સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું છે. નજર સામે તેનું મૃત્યુ કેવી રીતે જોઈ શકું ?

Valentine's Day: મોતના મુખમાંથી પત્નીને છોડાવી લાવ્યો ડોક્ટર પતિ, ઈલાજના રૂપિયા માટે MBBS ની ડિગ્રી ગીરવે મૂકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:42 PM

આ વેલેન્ટાઈન ડે (Happy Valentine’s Day) પર આજે આપને ડૉ. સુરેશ ચૌધરી (Dr. Suresh Chaudhry) અને તેમની પત્નીની પ્રેમ કહાની રજૂ કરીશું. પોતાની પત્નીને મોતના મોં માંથી પાછી લાવવા ડોક્ટરે પોતાની નોકરી પણ દાવ પર લગાવી દીધી. સારવાર માટે MBBSની ડિગ્રી ગીરો મૂકીને 70 લાખની લોન લીધી હતી. આપને જણાવી દઈએ કે બીમાર પત્નીની સારવાર પાછળ રૂ. 1.25 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. પાલીના ખૈરવા ગામના 32 વર્ષીય ડૉક્ટર સુરેશ ચૌધરી PHCમાં પોસ્ટેડ છે. તે પત્ની અને 5 વર્ષના બાળક સાથે ગામમાં રહે છે. મે 2021માં તેમના સુખી જીવનમાં આફત આવી. કોરોના (Corona) ની બીજી લહેર ચરમસીમાએ હતી. તેમની પત્ની અનિતા (અંજુ) ચૌધરીને તાવ આવ્યો અને 13 મેના રોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

અંજુને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ત્યાં બેડ ન મળ્યો. આ પછી 14 મેના રોજ જોધપુર એઈમ્સમાં દાખલ થઈ. બે દિવસ ત્યાં રહ્યા પછી, સંબંધીને તેની પત્ની સાથે છોડીને, તે ડ્યુટી પર આવ્યો, કારણ કે કોરોના મહામારી ચરમસીમા પર હતો અને ડોક્ટરોને રજા મળી રહી ન હતી.

30 મેના રોજ જ્યારે તેઓ એમ્સમાં પત્નીને મળવા જોધપુર પહોંચ્યા ત્યારે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે વેન્ટિલેટર પર હતી અને તેના ફેફસાં 95% ક્ષતિગ્રસ્ત હતા. ડૉક્ટરોએ કહ્યું કે તેનું જીવવું મુશ્કેલ છે, પરંતુ સુરેશે હાર ન માની અને તેની પત્નીને અમદાવાદ લઈ ગયો. ત્યાં 1 જૂને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

87 દિવસ સુધી ECMO મશીન પર રાખ્યું, દરરોજનો ખર્ચ 1 લાખથી વધુ

અંજુનું વજન 50 કિલોથી ઘટીને 30 કિલો થઈ ગયું હતું. શરીરમાં માત્ર દોઢ યુનિટ લોહી બચ્યું હતું. અંજુને ECMO મશીન પર લેવામાં આવી. આ મશીન દ્વારા હૃદય અને ફેફસાંનું ઓપરેશન બહારથી કરવામાં આવે છે. અહીં રોજનો ખર્ચ એક લાખ રૂપિયાથી વધુ હતો. સુરેશ દેવાના બોજ નીચે દટાઈ રહ્યો હતો, પરંતુ તેનો એકમાત્ર હેતુ તેની પત્નીનો જીવ બચાવવાનો હતો.

છેવટે, ભગવાને તેમની વાત સાંભળી અને 87 દિવસ આ મશીન પર રહ્યા પછી, અનિતાના ફેફસામાં સુધારો થયો અને તેણે ફરીથી બોલવાનું શરૂ કર્યું. તેને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ડો. સુરેશે 4 બેંકમાંથી લોન લીધી હતી

ડૉ. સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, MBBS ડિગ્રીનો રજિસ્ટ્રેશન નંબર 4 બેંકોમાં ગીરો રાખ્યો હતો અને 70 લાખની લોન લીધી હતી. બેંકમાં કેન્સલ ચેક રાખ્યા. એક કરાર કર્યો હતો જેના હેઠળ નિર્ધારિત સમયગાળામાં લોન ન ચૂકવવાના કિસ્સામાં બેંક દ્વારા MBBS ડિગ્રી રદ કરી શકાય છે. લોનનો હપ્તો જૂન 2021થી શરૂ થયો.

અંજુ કહે છે કે પતિના આગ્રહ અને જુસ્સાને કારણે જ હું જીવિત છું. બીજી તરફ સુરેશનું કહેવું છે કે તેણે સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું છે. નજર સામે તેનું મૃત્યુ કેવી રીતે જોઈ શકું ? હું વધુ પૈસા કમાઈશ, પણ જો અંજુને કંઈક થઈ જાય, તો કદાચ હું જીવિત પણ ન રહી શકું.

ડૉ. સુરેશ ચૌધરીના લગ્ન 25 એપ્રિલ 2012ના રોજ બાલીની અનિતા (અંજુ) ચૌધરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેણે 2013માં જોધપુરથી MBBS પૂર્ણ કર્યું. 4 જુલાઈ 2016ના રોજ પુત્ર કુંજ ચૌધરીનો જન્મ થયો હતો. અંજુ હાઉસ વાઈફ છે, તેણે M.A કર્યું છે.

આ પણ વાંચો: TV9 નેટવર્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે News9 Plus, વિશ્વમાં સંભવતઃ પ્રથમ વખત શરૂ થશે OTT ન્યૂઝ સર્વિસ પ્લેટફોર્મ

આ પણ વાંચો: Lata Mangeshkar: નાસિક બાદ લતા મંગેશકરના અસ્થિ મુંબઈમાં પધરાવવામાં આવ્યા, જાણો કેમ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">