પત્નીથી છૂટકારો મેળવવા બનાવ્યો પોતાનો જ નકલી કોરોના પોઝિટિવ રિપોર્ટ, જાણો પછી શું થયું?

પત્નીથી છૂટકારો મેળવવા બનાવ્યો પોતાનો જ નકલી કોરોના પોઝિટિવ રિપોર્ટ, જાણો પછી શું થયું?
રચનાત્મક તસ્વીર

ઇન્દોરથી એક અજીબોગરીબ અહેવાલ સામે આવ્યા છે. અહિયાં પત્નીથી છૂટકારો મેલાવવા માટે પતિએ કોરોના પોઝિટિવ હોવાનો ઢોંગ રચ્યો. જાણો પછી શું થયું.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 05, 2021 | 6:26 PM

આ દુનિયામાં પતિ પત્નીને લઈને અજીબોગરીબ કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ઘણી વાર એવા કિસ્સા જોવા મળતા હોય છે જે ખરેખર ખુબ ગંભીર હોય છે. તો ક્યારેક સાવ રમુજી ઘટનાઓ બની જતી હોય છે. તમે પણ સાંભળ્યું હશે કે પત્ની છી પીછો છોડાવવા માટે લોકો અનેક પ્રકારના પેંતરા કરતા હોય છે. અને આવું ફિલ્મોમાં પણ જોયું હશે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.

વાત છે ઇન્દોરના એક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની. આ વ્યક્તિએ ખરેખરમાં પત્નીથી દુર રહેવા માટે પોતાને કોરોના પોઝિટિવ જણાવી દીધું હતી. એટલું જ નહીં તેણે તેની પત્નીને નકલી પોઝિટિવ રિપોર્ટ પણ બતાવ્યો હતો. જી હા વાત ખુબ અજીબ છે. આ વ્યક્તિએ નકલી કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવડાવ્યો. ત્યાર બાદ તેણે આ રિપોર્ટ તેની પત્ની અને પિતાને મોકલી દીધો. આ બાદ તે ક્યાંક ગાયબ જ થઇ ગયો.

પરંતુ તેની ચાલાકી તેના પર જ ઉંધી પડી ગઈ છે. અહેવાલ અનુસાર આ વ્યક્તિ સામે પોલીસે કેસ નોંધ્યો છે. તેમજ પૂછપરછ માટે નોટિસ પણ જાહેર કરી દીધી છે. ખાનગી સામાચાર સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે આ વ્યક્તિ મધ્યપ્રદેશના ઇન્દોરનો વતની છે. આઘાત જનક વાતતો એ છે કે તેના લગ્ન આ વર્ષે જ મે મહિનામાં થયા હતા. પરંતુ સંબંધોમાં કેટલીક તકલીફોના કારણે તેને તેની પત્ની સાથે રહેવું ન હતું. મળેલી માહિતી અનુસાર તેણે આ કારણોસર કોઈ ઉપાય ના મળતા એક વેબ્સાઈટથી કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ડાઉનલોડ કર્યો.

આ અન્ય વ્યક્તિના કોરોના રિપોર્ટ પર તેણે એડીટીંગનું જાદુ ચલાવ્યું. રિપોર્ટમાં ફોટો, નામ અને દરેક વિગત બદલી દીધી. બાદમાં આ બનાવેલા આ નકલી પોઝિટિવ રિપોર્ટને તેની પત્ની અને પિતાને મોકલી દીધો.

અહેવાલ અનુસાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય શુક્લાએ જણાવ્યું કે રિપોર્ટ જોઇને ઘરના લોકોને વહેમ ગયો હતો. જેનું કારણ હતું કે આ વ્યક્તિમાં કોઈ કોરોનાના લક્ષણ હતા નહીં. બાદમાં આ રિપોર્ટ પર જે લેબનું નામ હતું તેના સંપર્કથી ઘરના લોકોને ખબર પડી કે આ નામના વ્યક્તિએ કોઈ રિપોર્ટ કરાવ્યો નથી. અને તેની પોલ ખુલી ગઈ. લેબવાળાએ આ ઘટના જોતા ફરિયાદ દાખલ કરી અને છેતરપીંડીનો કેસ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: કોણે કહ્યું Mukesh Ambaniમાં અરબી લોહી છે? પિતા ધીરુભાઈ અંબાણીને ખાસ કર્યા યાદ

આ પણ વાંચો: Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati