Happy New Year 2022: લોકોએ નવા વર્ષની ઉજવણી (New Year’s celebration)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જાન્યુઆરીએ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા નવું વર્ષ 25 ડિસેમ્બરે (December 25) ઉજવાતુ હતુ અને તેના પણ પહેલા 25 માર્ચે (March 25) ઉજવવામાં આવતું હતું.
નવા વર્ષની ઉજવણીને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં તો કોરોના મહામારીએ નવા વર્ષની ઉજવણી પર ગ્રહણ લાગ્યુ હતું. જો કે અત્યારે પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. તેમ છતા પણ લોકો નવા વર્ષ 2022ને આવકારવા તૈયાર છે.
માર્ચનું નામ માર્સ (mars) એટલે કે મંગળ ગ્રહ પરથી રાખવામાં આવ્યું છે. રોમમાં મંગળને યુદ્ધનો દેવ માનવામાં આવે છે. જે કેલેન્ડર પ્રથમ બનાવવામાં આવ્યું હતું તેમાં માત્ર 10 મહિના હતા. પછી વર્ષમાં 310 દિવસ અને 8 દિવસનું અઠવાડિયું હતું. રોમના રાજા નુમા પોનપિલસ એ પ્રથમ રોમન કેલેન્ડર બદલ્યું હતું. તે પછીથી જાન્યુઆરીને રોમન કેલેન્ડરમાં વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવ્યો છે. જ્યારે અગાઉ માર્ચ મહિનો વર્ષનો પ્રથમ મહિનો ગણાતો હતો.
ત્યાર બાદ રોમમાં જુલિયસ સીઝર નામનો એક શાસક આવ્યો. તેણે ફરીથી રોમન કેલેન્ડર બદલ્યું. સીઝરે ખગોળશાસ્ત્રીઓને મળ્યા પછી કેલેન્ડર બનાવ્યું. આ કેલેન્ડરમાં તેણે વર્ષમાં 12 મહિના કર્યા. ખગોળશાસ્ત્રીઓ સાથેની મુલાકાત બાદ તેમને ખબર પડી કે પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે. જેના કારણે કેલેન્ડરમાં 365 દિવસનું વર્ષ મળ્યું.
વર્ષ 1582માં પોપ ગ્રેગરીએ જુલિયન કેલેન્ડરમાં લીપ વર્ષ અંગે ભૂલ કરી હતી. તત્કાલીન પ્રસિદ્ધ ધર્મગુરુ સંત બીડે પોપ ગ્રેગરીને સલાહ આપી હતી કે વર્ષમાં 365 દિવસ, 5 કલાક અને 46 સેકન્ડ હોય છે. આ પછી, રોમન કેલેન્ડરમાં મોટો ફેરફાર કરીને નવું કેલેન્ડર બનાવવામાં આવ્યું અને 1 જાન્યુઆરીને નવું વર્ષ માનવામાં આવ્યું.