મેડિટેશનથી શરીર અને મગજમાં બદલાવ થાય છે, જાણો શું કહે છે અભ્યાસ

મેડિટેશન હૃદયથી મન સુધી આરામ આપે છે અને તેની અસર શરીર પર સ્પષ્ટપણે દેખાય છે. જાણો, મેડિટેશન કર્યા પછી શરીરના કયા ભાગોમાં શું ફેરફાર થાય છે.

Feb 18, 2022 | 2:31 PM
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 18, 2022 | 2:31 PM

મેડિટેશન કરવાથી મનને આરામ મળે છે અને તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે. મેડિટેશન દરમિયાન હૃદયથી મગજમાં કેટલો ફેરફાર થાય છે તે સમજવા માટે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. સાયન્સ ફોકસના અહેવાલ મુજબ, મેડિટેશન મગજ પર ઘણી રીતે અસર કરે છે જેનાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે.

1 / 5
હૃદય પર મેડિટેશનની અસર જાણવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે નિયમિત મેડિટેશન કરવાથી બ્લડ પ્રેશર વધે છે. આવા લોકો જે હાઈ બીપીની ફરિયાદ કરતા હોય તેઓ ધ્યાન કરવાથી રાહત મેળવી શકે છે. આ સાથે ગુસ્સો પણ ઓછો થાય છે.

2 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મગજમાં એક એવો ભાગ છે જે લાગણીઓ, ડર અને ગુસ્સાને નિયંત્રિત કરે છે. જ્યારે વ્યક્તિ મેડિટેશન કરે છે ત્યારે આ ભાગ ઓછો સક્રિય રહે છે. પરિણામે, તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે. મેડિટેશન નિયમિતપણે કરવાથી તણાવ અને બેચેનીનું જોખમ ઓછું થાય છે.

3 / 5
મેડિટેશનની અસર પેટ પર પણ જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે મેડિટેશન કરવાથી પેટ સંબંધિત ઘણા રોગો જેમ કે અલ્સેરેટિવ કોલાઈટિસમાં સુધારો જોવા મળે છે. રિસર્ચ રિપોર્ટ્સ કહે છે કે મેડિટેશનથી શરીરમાં તણાવ પેદા કરતા હોર્મોન્સ ઓછા થાય છે. પરિણામે, તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે.

4 / 5
મેડિટેશનની અસર દુખાવા પર પણ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેડિટેશન કર્યા પછી સ્નાયુઓ આરામ કરે છે. પરિણામે દુખાવામાં ઘટાડો થાય છે. તેથી પેઈન કિલર લેવાથી પણ બચી શકાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત, શારીરિક ઇજાઓમાં રિકવરી ઝડપથી થાય છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati