શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત

તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત
Rahul Vegda

| Edited By: Bipin Prajapati

May 16, 2021 | 9:08 PM

હવાઈ ​​મુસાફરી એ સૌથી સલામત મુસાફરી માનવામાં આવે છે. વિમાન મુસાફરોને સલામતીની સાથે આરામદાયક અને ઝડપી સેવાઓ પ્રદાન કરે છે. ભારતમાં મોટા શહેરો ઉપરાંત નાના શહેરો પણ હવાઈ માર્ગે જોડાઈ રહ્યા છે. પહેલા ફક્ત મોટા અને શ્રીમંત લોકો હવાઈ મુસાફરી કરતા હતા, પરંતુ હવે બધાને પોસાય તેવી રકમને કારણે સામાન્ય માણસ પણ મોટા પાયે હવાઈ મુસાફરી કરી રહ્યો છે.

હવે તમે વિમાનમાં મુસાફરી કરી હોય કે ન હોય, ત્યાં એક ખૂબ જ સરળ પ્રશ્ન છે જે તમારા મનમાં કોઈ સમયે અથવા બીજા સમયે આવ્યો જ હશે. હા, તમે પણ એકવાર તમારા મગજમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હશે કે વિમાનમાં મુસાફરી કરતા લોકોનું મળ ક્યાં જાય છે? તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

ક્યાં જાય છે હવાઇ જહાજના યાત્રીઓની ગંદકી આ સવાલનીઓ જવાબ મેળવવા માટે પહેલા તમ,અરે એ જાની લેવાની જરૂર છે કે પ્લેનમાં યાત્રા કરતાં યાત્રીઓનું મળ ટોઇલેટથી સીધુ નીચે નથી પડતું. પરંતુ હવાઈ જહાજમાં જ હાજર એક તેંકમાં જમા થઈ જાય છે. જો કે હાલના સમયમાં તમામ હવાઈ જહાજમાં વેક્યુમ ટોઇલેટ હોય છે.

એરોપ્લેનના ટોઇલેટમાં ફ્લૅશ કરવા માટે પાણીનો ઉપયોગ નથી થતો, તે વેક્યુમ સિસ્ટમથી જ કમોડથી સીધું જ તેંકમાં જમા થઈ જાય છે. પ્લેનનું વેક્યુમ ટોઇલેટ ઠોસ મળ અને પાણીને અલગ કરી દે છે. તમામ હવાઈ જહાજો પાછળ એક ખાસ પ્રકારની ટીંક હોય છે. જ્યાં યાત્રીઓનું તમામ મળ એકઠું થાય છે. આ ટેન્કની ક્લેપેસિટી લગભગ 200 લિટરની હોય છે.

એરપોર્ટ પહોચ્યા બાદ ખાલી કરી દેવામાં આવે છે ફ્લાઇટના ટોઇલેટ ટેન્ક યાત્રા સંપન્ન થ્ય બાદ જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પહોચી જાય છે તો ત્યાં હાજર લૈવેટરી સ્ટાફ એક ખાસ પ્રકારની Lavatory Tank લઈને ફ્લાઇટ પાસે આવી જાય છે. પછી આ ટેન્કને અલગ જગ્યા પર લઈ જઈને ખાલી કરી દેવામાં આવે છે. તો રીતે હવાઈ જહાજનું ટોઇલેટ સાફ થઈ જાય છે. ઉમ્મીદ છે કે અહી આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati