તમારી ટીવી સ્ક્રીન પર કેમ જોવા મળે છે આવા નંબર, જાણો તેના પાછળનું કારણ

તમારી ટીવી સ્ક્રીન પર કેમ જોવા મળે છે આવા નંબર, જાણો તેના પાછળનું કારણ
File Image

આ નંબર અલગ અલગ ટીવી સેટ્સ પર અલગ અલગ હોય છે. કારણ કે તમામ સેટ-ટોપ બોક્સ અલગ અલગ હોય છે. કોઈ પણ કંપનીનું સેટ-ટોપ બોક્સ હોય પણ ટીવી સ્ક્રીન પર તમને આ નંબર જોવા મળશે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 17, 2021 | 10:51 PM

મોબાઈલની સ્ક્રીન પર ગમે તેટલા ઓટીટી પ્લેટફોર્મ્સ આવે પણ ટેલિવિઝનનું મહત્વ ક્યારેય સમાપ્ત થવાનું નથી અને સેટેલાઈટથી ઉતરતી ચેનલનું પણ મહત્વન ઓછું થવાનું નથી. આપણે બધા જ આપણી પસંદગી મુજબ ટીવી ચેનલ જોઈએ છીએ, ક્યારેક ક્રિકેટ તો ક્યારેક સિનનેમા. પોતાના મનપસંદ શો અથવા ક્રિકેટ મેચ દેખતી વખતે તમે માર્ક કર્યુ છે કે ટીવી સ્ક્રીન પર થોડા અલગ નંબર વચ્ચે વચ્ચે આવતા રહે છે. તેને જોઈને તમે વિચાર્યુ કે આખરે કેમ આ ટીવી પર આવે છે?

આ નંબર અલગ અલગ ટીવી સેટ્સ પર અલગ અલગ હોય છે. કારણ કે તમામ સેટ-ટોપ બોક્સ અલગ અલગ હોય છે. કોઈ પણ કંપનીનું સેટ-ટોપ બોક્સ હોય પણ ટીવી સ્ક્રીન પર તમને આ નંબર જોવા મળશે. તમામ સેટ-ટોપ બોક્સ માટે અલગ-અલગ નંબર જનરેટ થાય છે, તેથી બધા જ ટીવીમાં દેખાતો આ નંબર પણ અલગ અલગ હોય છે. તેને VC નંબર એટલે કે વ્યુઈંગ કાર્ડ નંબર પણ કહેવામાં આવે છે.

શું છે આ નંબર પાછળનું કારણ

આ નંબરને ટીવી પર ફ્લેશ કરવા પાછળ કરવાનું એક ખાસ કારણ છે. આજના સમયમાં ટીવીનું કન્ટેન્ટ ચોરી કરીને લોકો યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાખી દે છે. જેમ કે ક્રિકેટ મેચની લાઈવ સ્ટ્રીમિંગ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચલાવી દે છે અથવા કોઈ શોનું રેકોર્ડિગ કરી તેને પોતાની યુટયૂબ ચેનલ પર અપલોડ કરી દે છે. આ તમામ કામ પાયરસી હેઠળ આવે છે. તેને રોકવા માટે તમારા ટીવી સ્ક્રીન પર એક ખાસ પ્રકારનો નંબર ફ્લેશ થાય છે.

પાયરસીને રોકવાની રીત

કોઈ પણ ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર સેટ-ટોપ બોક્સનું યૂનિક આઈ-ડી હોય છે. તેમાં ગ્રાહકોની જાણકારી સામેલ હોય છે. જેમ કે નામ, સરનામું. જો કોઈ પણ ટીવી પર ચાલી રહેલા કોઈ પણ શોનું રેકોર્ડિગ કરે છે તો આ નંબર તેમાં દેખાશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તે રેકોર્ડેડ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરશે તો ચેનલ તે નંબરના ઉપયોગથી તેની ઓળખ કરી લેશે.

તેનાથી જાણી શકાશે કે આ શોનું રેકોર્ડિગ કયા થયું હતું. આ પ્રકારે આ નંબરના ઉપયોગથી પાયરસી કરનારાની વિરૂદ્ધ સરળતાથી કાર્યવાહી કરવામાં આવી શકે છે. કારણ કે આજના ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટીવી ચેનલ પર ચાલનારા શોનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી દે છે. તેને રોકવા માટે આ રીતને અપનાવવામાં આવે છે.

આ પણ વાંચો: ‘ગુનેગારો સામે સખત પગલાં, નાગરિકો સાથે સારું વર્તન’: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી

આ પણ વાંચો: Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati