જાણો ગુજરાતના ક્યા વન્યપ્રાણીને થાય છે આજીવન કેદની સજા! ક્યાં ભોગવવી પડે છે આ સજા ?

ભારત દેશમાં વસવાટ કરતો નાગરીક કોઈપણ પ્રકારનું ગુન્હાહિત કૃત્ય કરે તો તેને  ભારતના બંધારણ પ્રમાણે અમલમાં મુકવામાં આવેલા કાયદાઓની જોગવાઈઓ અનુસાર સજા થતી હોઈ છે અને તેને જેલવાસ ભોગવવો પડતો હોય છે,

જાણો ગુજરાતના ક્યા વન્યપ્રાણીને થાય છે આજીવન કેદની સજા! ક્યાં ભોગવવી પડે છે આ સજા ?
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Mar 29, 2021 | 11:59 PM

ભારત દેશમાં વસવાટ કરતો નાગરીક કોઈપણ પ્રકારનું ગુન્હાહિત કૃત્ય કરે તો તેને  ભારતના બંધારણ પ્રમાણે અમલમાં મુકવામાં આવેલા કાયદાઓની જોગવાઈઓ અનુસાર સજા થતી હોઈ છે અને તેને જેલવાસ ભોગવવો પડતો હોય છે, આ સર્વ સામાન્ય બાબત છે, પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે ભારતના જંગલ વિસ્તારમાં વસતા પ્રાણીઓને પણ જેલવાસ ભોગવવો પડે છે! તેમને પણ તેમના ગુન્હા પ્રમાણેની સજા મળે છે! નહીં જ સાંભળ્યું હોય પણ આવું થાય છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યના વન વિભાગ દ્વારા રાજ્યના વન વિસ્તારમાં વસતા પ્રાણીઓ માટે એક ચોક્કસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે અને તે અનુસાર ગુન્હાહિત કૃત્ય કરનાર વન્યપ્રાણીઓને પણ જેલવાસ ભોગવવાનો વારો આવે છે.

જી હાં વન્યપ્રાણીઓ જ્યારે ગુન્હાહિત કૃત્ય કરે એટલે કે માનવ પર હુમલો કરે, માનવ વસ્તીમાં ઘુસી જઈને પાલતું પશુઓ પર હુમલો કરે, એકધારા માનવ હુમલા કરે તેમજ માનવ મૃત્યુ થાય તે પ્રકારના હુમલા કરે, ત્યારે આવા વન્યપ્રાણીઓને નિયત કરેલ જોગવાઈઓ મુજબ તેમને સજા વન વિભાગ દ્વારા આપવામાં આવે છે અને એ પણ તેમના માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની જેલમાં, ગુજરાતમાં વન વિભાગ હસ્તકની આ પ્રકારની જેલ એટલે કે રેસ્ક્યુ સેન્ટર આવેલા છે. ગુજરાતના વન વિસ્તારમાંથી માનવ વસ્તી તરફ આવીને માનવ-પશુ હુમલાઓ મોટાભાગે દિપડા દ્વારા કરવામાં આવતા હોય છે, ત્યારે માનવ-પશુ માટે ઘાતક બનેલા આ વન્યપ્રાણી દીપડાને પકડીને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યારે આ પ્રકારનું એક રેસ્ક્યુ સેન્ટર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ધોબીકુવા ગામમાં વન વિભાગ દ્વારા કાર્યન્વિત છે. આ રેસ્કયુ  સેન્ટર ખાતે મધ્ય ગુજરાતના વન વિસ્તારમાંથી ઘાતક બનેલા દિપડાઓને લાવવામાં આવે છે.  દિપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે 10 બેરેક બનાવવામાં આવેલી છે, જેમાં માનવ માટે ઘાતક બનેલા દિપડાને પ્રથમ પાંજરામાં પૂરીને આ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવે છે અને બાદમાં દિપડાએ કરેલા હુમલા-હુમલાઓ, તેની હુમલા કરવાની પધ્ધતિ, આક્રમકતા તમામ પહેલુઓનો વન અધિકારીઓ દ્વારા જીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે છે અને આ અભ્યાસ બાદ વન વિભાગ દ્વારા આવા વન્ય પ્રાણીઓ માટે કરવામાં આવેલી જોગવાઈ અનુસાર આ દિપડાઓને આ પ્રકારના રેસ્ક્યુ સેન્ટરો ખાતે રાખવામાં આવે છે. જેમાં 1 વર્ષથી લઈને આજીવન સુધી દિપડાઓને આ રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવે છે.

આ રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવેલા વન્યપ્રાણી દિપડાની તમામ પ્રકારની જેવી કે ખોરાક-પાણી, તાપમાન, વાતાવરણ અંગેની તમામ વ્યવસ્થા આ રેસ્ક્યુ સેન્ટર ખાતે કરવામાં આવે છે. આ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવતા દિપડાઓને તેમની જાતી પ્રમાણે વન વિભાગ દ્વારા તેમનું નામકરણ પણ કરવામાં આવે છે. તમામ સુવિધાઓ-સુરક્ષાઓથી સજ્જ આ રેક્સ્યુ સેન્ટર સામાન્ય પ્રજા માટે પ્રતિબંધિત હોય છે.

આ રેસ્ક્યુ સેન્ટર ખાતે જ્યારે તેની ક્ષમતા કરતા વધારે દિપડાની સંખ્યા થતી હોય છે, ત્યારે અન્ય રેસ્ક્યુ સેન્ટર ખાતે તેમને ખસેડવામાં આવે છે. આવી જ ઘટના ગત વર્ષ 2020ના સપ્ટેમ્બર માસમાં પંચમહાલ જીલ્લાના ધોબીકુવા ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં મધ્ય ગુજરાતના અલગ અલગ જીલ્લામાંથી લાવવામાં આવેલા અને 10 વર્ષ ઉપરાંતના સમયથી રાખવામાં આવેલા 10 તેમજ અન્ય 10 એમ કુલ 20 દિપડા એક જ રેસ્ક્યુ સેન્ટર ખાતે આવી જતા તે પૈકીના 17 દિપડાને જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ 2021ના માર્ચ મહિનામાં અન્ય 9 ખુંખાર દીપડાઓને જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ત્યારે કહી શકાય કે ગુન્હાની સજા માનવ હોય તે વન્યપ્રાણી તેને કાયદાની જોગવાઈ અનુસાર સજા તો ચોક્કસ મળે જ છે, વન અધિનિયમના શિડયુલ 1માં આવતા  વન્યપ્રાણી દિપડાના રક્ષણ-સવર્ધન અને તેનાથી માનવ હાનીને રોકવા સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતના હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા કરસે લોકાર્પણ 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">