જૂની પ્લાસ્ટિકની બોટલો વડે તમારા ઘરમાં ગમે ત્યાં વર્ટિકલ ગાર્ડન (Verticle Garden) બનાવી શકો છો. વર્ટિકલ ગાર્ડન ઓછી જગ્યા ધરાવતા ઘરો માટે અને પ્રથમ વખત ગાર્ડનિંગ કરતા લોકો માટે યોગ્ય પસંદગી છે. લખનૌના (Lucknow) ટેરેસ ગાર્ડનર (Terrace Gardener) ચૌધરી રામ કરણ વર્ટિકલ ગાર્ડન કેવી રીતે બનાવવો અને તેમ શું- શું કાળજી રાખવી- એ અંગે A ટુ Z પ્લાન શેયર કર્યો છે.
ઘરમાં DIY બગીચો બનાવવો અને તેણી કાળજી રાખવી, એ અત્યાર સુધીનો સૌથી સંતોષકારક શોખ છે અને તે પણ ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ફરીથી ઉપયોગ કરીને તમારી આજુબાજુ પડેલી નકામી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે તેમને પ્લાન્ટર્સમાં રૂપાંતરિત કરવું એ એક સસ્તો અને ઈકો-ફ્રેન્ડલી (Eco Friendly) વિચાર છે. જેનાથી તમારા પૈસા અને સમય પણ બચે છે અને પર્યાવરણની પણ જાળવણી થાય છે.
લખનૌના ટેરેસ ગાર્ડનર ચૌધરી રામ કરણ પ્લાસ્ટિકની બોટલોથી બનેલા તેના વર્ટિકલ ગાર્ડનમાં રીંગણ, ટામેટા અને કેપ્સીકમ જેવા શાકભાજી ઉગાડે છે. આ ટેકનીક એવા લોકો માટે યોગ્ય છે જેમને બાગકામ કરવા માટે તેમના ઘરમાં જગ્યાની અછત હોય છે. ઉપરાંત, જો તમે પહેલાં ક્યારેય બાગકામ કર્યું નથી તો મોંઘા પોટ્સને બદલે આ બોટલોનો ઉપયોગ કરવાનું શરૂ કરો,”
પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીને તમારા વર્ટિકલ ગાર્ડન માટે અહીંયા વિવિધ ડિઝાઈન છે:
Cut the Bottom Planter
એક કે બે લિટરની બોટલો લો અને તેને ઊંધી કરીને નીચેના ભાગને કાળજીપૂર્વક કાપો. પ્લાન્ટર બનાવવા માટે ઢાંકણમાં ત્રણ કે ચાર છિદ્રો પાડી દો. દોરડા વડે આ બોટલ તમે પાઈપ સાથે કે હૂંક સાથે બાંધી શકો છો. ચૌધરી કહે છે કે બે લિટરની બોટલમાં કેપ્સિકમ, ટામેટા, રીંગણ અને મરચાં જેવા છોડ સરળતાથી ઉગાડી શકાય છે.
એક બોટલમાંથી બે પ્લાન્ટર બનાવવા માટે તેને વચ્ચેથી કાપીને ઊંધી મૂકો અને ઢાંકણમાં છિદ્રો બનાવો. દોરડા વડે બાંધીને તમે ગમે ત્યાં આ લટકાવી શકો છો. આ પ્લાન્ટર નાના સુક્યુલન્ટ્સ અને સ્પાઈડર પ્લાન્ટ્સ ઉગાડવા માટે યોગ્ય છે અને જો તમે શાકભાજી ઉગાડવા માંગો છો તો ધાણા અને ફુદીનાના પાન પણ ઉગાડી શકાય છે.
Railing Planter
બે લિટરની એક બોટલ લો. આ બોટલને એવી રીતે કાપો કે વચ્ચેના ભાગમાં માત્ર એક જ પટ્ટી બાકી રહે. આ સ્ટ્રીપને ફોલ્ડ કરો, જે દરેક બાજુ પર બે પ્લાન્ટર બનાવવા માટે ઉપયોગી છે. જેમાં તમે આરામથી પોર્ટુલાકા અને પેટુનિયા જેવા ફૂલોના છોડ ઉગાડી શકો.
Horizontal Planter
પ્લાન્ટર બનાવવાની આ સૌથી સહેલી અને આકર્ષક રીત છે. બોટલને આડી રાખો અને તેને વચ્ચેથી એવી રીતે કાપો કે આપણે પોટિંગ મિક્સ અને છોડ સરળતાથી દાખલ કરી શકીએ. પછી તેની આસપાસ ચાર છિદ્રો બનાવો, જેથી તેને ગમે ત્યાં લટકાવી શકાય. આ પ્રકારના પ્લાન્ટરમાં જડીબુટ્ટીઓ અને ફૂલો ઉગાડી શકાય છે.
તમારા ઘરની અંદર એક સુંદર અને લીલોછમ બગીચો બનાવવા માટે તમે આ તમામ DIYને અજમાવી શકો છો. એકવાર પ્લાન્ટર બની ગયા પછી તમે ઈચ્છો તો તેના પર પેઈન્ટિંગ કરીને રંગબેરંગી સુશોભન પણ બનાવી શકો છો. જો કે તેમને નિયમિતપણે પાણી આપવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો – Healthy Drink: મેટાબોલિઝ્મ રેટ વધારવા આ ચાર પીણાનું સેવન કરી દો શરૂ