Gujarati News » Off beat tv9 stories » | Did you know that men started wearing heels first then women, then know the story behind it.
શું તમે જાણો છો હીલ્સ પહેરવાનું પહેલા પુરુષોએ શરુ કર્યુ હતુ પછી સ્ત્રીઓએ, જાણો તેના પાછળની કહાની
અત્યારે કોઈ પુરુષને હાઈ હીલ્સ પહેરવાનું કહેવામાં આવે તો કદાચ એવો જવાબ મળે કે તે મહિલાઓ માટે બનાવવામાં આવે છે. જો કે નવાઈની વાત એ છે કે હાઈ હીલ્સની શરૂઆત પુરુષોના પહેરવાથી જ થઈ હતી.
સૌ પ્રથમ હીલ્સ પહેરવાની શરુઆત પુરુષોથી જ થઈ હતી. સૌ પ્રથમ તેની શરુઆત હીલ જેવા દેખાતા શુઝથી થઈ હતી. તેનો ઉપયોગ ખાસ કરીને યુદ્ધ અને ઘોડેસવારી દરમિયાન થતો હતો. પુરુષોની હાઈ હીલ્સ કેવી રીતે મહિલાઓની ફેવરિટ બની, જાણો તેની કહાની...
1 / 5
એક થિયરી કહે છે કે ઘોડેસવારી દરમિયાન પકડ મજબૂત કરવા શૂઝમાં હીલનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રુશિયન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ 10મી સદીથી શરૂ થયો હતો. આ સામ્રાજ્યના લોકો યુદ્ધ દરમિયાન ઊંચી એડીના શુઝનો ઉપયોગ કરતા હતા. આ સમયગાળા દરમિયાન ઊંચી એડીના શુઝ ખૂબ જ મજબૂત અને સલામતીની દ્રષ્ટિએ વધુ સારા માનવામાં આવતા હતા.
2 / 5
એક રિપોર્ટ અનુસાર જ્યારે પર્શિયાના શાહ અબ્બાસે 1599માં પોતાના રાજદૂતોને યુરોપ મોકલ્યા ત્યારે આ શૂઝ તેની સાથે યુરોપ પહોંચ્યા. આ પછી આવા હાઈ-હીલ શૂઝનો ટ્રેન્ડ વધ્યો અને ઘણા દેશોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. ધીમે ધીમે તેને પહેરવું એ રાજવીઓનો શોખ બની ગયો. ફ્રાન્સના શાસક લુઈ 14માની ઊંચાઈ માત્ર પાંચ ફૂટ ચાર ઈંચ હતી. તેણે 10-ઈંચની હીલ વડે ઉંચાઈમાં વધારો કર્યો.
3 / 5
1740 સુધીમાં પુરુષોએ હાઈ હીલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ધીમે ધીમે તે સમયગાળા દરમિયાન સ્ત્રીઓએ તેને પહેરવાનું શરૂ કર્યું. પછીના 50 વર્ષોમાં પુરુષોના ચંપલની ઊંચી હીલ ઓછી થઈ અને સ્ત્રીઓના ચંપલની હીલ લાંબી થઈ. જોકે લોકોમાં એવું માનવામાં આવતું હતું કે આ હાઈ હીલ્સ મહિલાઓને ઉત્તેજક બતાવવાનું કામ કરે છે. સમય જતાં વિવિધ કદ અને ડિઝાઈનમાં હાઈ હીલ્સ રજૂ કરવામાં આવી.
4 / 5
હાઈ હીલ્સને વિજ્ઞાન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતુ નથી. ધ સ્પાઈલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર હાઈ હીલ્સની સીધી અસર કરોડરજ્જુ, હિપ, ઘૂંટણ અને હીલ પર પડે છે. તેમને લાંબા સમય સુધી પહેરવાથી સાંધાના દુખાવાની સાથે સ્નાયુઓમાં તણાવ વધી શકે છે. આનાથી શરીરને સંતુલિત કરવામાં મુશ્કેલી પડી શકે છે અને અંગૂઠા પર દબાણ વધી શકે છે.