If a Baby Borns in Flight: જો બાળકનો જન્મ ફ્લાઈટમાં થાય છે તો બર્થ સર્ટિફિકેટમાં જન્મસ્થળ શું હશે ? જાણો

ધારો કે શ્રીલંકાથી (srilanka) અમેરિકા જતી ફ્લાઈટ ભારતની સરહદ પરથી પસાર થઈ રહી હોય અને તે દરમિયાન શ્રીલંકાની એક મહિલા બાળકને જન્મ આપે તો બાળકનું જન્મસ્થળ શું ગણાશે?

If a Baby Borns in Flight: જો બાળકનો જન્મ ફ્લાઈટમાં થાય છે તો બર્થ સર્ટિફિકેટમાં જન્મસ્થળ  શું હશે ? જાણો
Flight (File Photo)

કોઈ પણ દેશની નાગરિકતા(Citizenship કેવી રીતે મેળવી શકાય છે ? તેમાં ઘણા કારણો છે, જેમ કે જન્મ, માતાપિતાની નાગરિકતા, વંશ, નોંધણી, લાંબા સમયથી નિવાસ સ્થાન વગેરે. તે સૌથી સ્પષ્ટ છે કે જે દેશમાં બાળકનો જન્મ થયો હતો, તેને તે દેશની નાગરિકતા મળે છે. પૃથ્વી પર જન્મેલા લોકો માટે આ નિયમ બરાબર છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો બાળક આકાશમાં જન્મે તો શું થશે?

મતલબ જો આકાશમાં ઉડતી ફ્લાઇટ માં બાળક જન્મે તો તેની નાગરિકતા શું હશે? તેના જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થળની કોલમમાં શું ભરવામાં આવશે? દેખીતી રીતે, જન્મ સ્થળનું સ્થાન આકાશ કે વિમાન તો આવશે નહીં ! હવે તમે વિચારતા હશો કે આવું ક્યારેય બન્યું હશે.

સૌ પ્રથમ તમારે સમજવા જેવી વાત
સામાન્ય રીતે, સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના 9મા મહિનામાં મુસાફરી કરવાનું ટાળે છે. એ પણ સ્પષ્ટ છે કે 7 મહિના કે તેથી વધુ સમયથી ગર્ભવતી કોઈ પણ મહિલાને ભારતમાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી નથી. જો કે, આપાતકાલીન અને કેટલાક વિશેષ કેસોમાં તેને મંજૂરી છે.

તો જરા વિચારો કે ભારતથી અમેરિકા જતી વખતે જો કોઈ મહિલા બાળકને જન્મ આપે તો બાળકનું જન્મસ્થળ શું નોંધાયેલ હશે! તેને નાગરિકતા ક્યાંથી મળશે? આ એક મોટો પ્રશ્ન છે. આવો જાણીએ.

આ રીતે બાળકનું જન્મ સ્થળ નક્કી થશે
એરપોર્ટ ઓથોરિટીમાં કામ કરી ચૂકેલા એક અધિકારીનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં પહેલા બોર્ડર જોવી પડે છે. ફ્લાઇટમાં બાળકના જન્મની ઘટનામાં તે જોવું પડશે કે બાળકના જન્મ સમયે ફ્લાઇટ કોઈપણ દેશની સરહદમાં ઉડતી હોય છે. હવે ફ્લાઇટ લેન્ડ થયા બાદ બાળકનું જન્મ પ્રમાણપત્ર સંબંધિત દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાશે.

આ દરમિયાન બાળકના જન્મ પ્રમાણપત્રમાં તે જ દેશનું નામ નોંધવામાં આવશે. જે દેશની સરહદ પર ઉડતી વખતે બાળકનો જન્મ થયો હતો. જોકે બાળકને તેના માતાપિતાના દેશની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે.

ઉદાહરણ સાથે સમજો
હવે ધારો કે શ્રીલંકાથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદ પરથી પસાર થઇ રહી છે અને આ દરમિયાન શ્રીલંકાની એક મહિલાએ ફ્લાઇટમાં બાળકને જન્મ આપ્યો, તો આવી સ્થિતિમાં બાળકનું જન્મસ્થળ ભારત ગણવામાં આવશે. આ રીતે ફ્લાઈટમાં જન્મેલા બાળકને ભારતની નાગરિકતા મળી શકે છે. જો કે માતા-પિતા શ્રીલંકન હોવાના કારણે તેને પણ શ્રીલંકાની નાગરિકતા મેળવવાનો અધિકાર છે. જોકે, અત્યાર સુધી ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી.

શું આવું પહેલાં થયું છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં થોડા વર્ષો પહેલા આવો કિસ્સો સામે આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી એક ફ્લાઇટ અમેરિકા માટે ઉપડી હતી. જ્યારે ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગરના પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ફ્લાઇટમાં સવાર એક મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી. ફ્લાઇટમાં જ તે મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. છોકરી ખૂબ સ્વસ્થ થઈ ગઈ. બાદમાં માતા અને બાળકને યુએસની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હવે બાળકી અમેરિકી બોર્ડર પર જન્મી ત્યારથી તેને યુએસ નાગરિકતા મળી. આ સાથે, તેના માતાપિતા નેધરલેન્ડના હોવાને કારણે તેને ત્યાં નાગરિકતા પણ મળી. એટલે કે, તે છોકરી પાસે અમેરિકા અને નેધરલેન્ડ બંને દેશોની નાગરિકતા છે. જોકે ફ્લાઇટમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગે ઘણા દેશોમાં અલગ અલગ નિયમો છે. જ્યારે ઘણા દેશોમાં આવી જોગવાઈઓ નથી.

આ પણ વાંચો : Afghanistan: પાઇ-પાઇ મોહતાજ બની ગયા 2 કરોડ લોકો, તાલિબાનના ડેપ્યુટી વડાપ્રધાને હનફીએ માનવીય સહાયતા માટે માંગી મદદ

આ પણ વાંચો :China corona Cases: ચીનમાં ભારત કરતા ડબલ વેક્સિનેશન આમ છતાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ

Click on your DTH Provider to Add TV9 Gujarati