પોલીસ સ્ટેશનમાં જ જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ, જૂગારી પોલીસને સસ્પેન્ડ કરાયા
ગુજરાતીમાં કહેવત છે કે વાડ જ ચિભડા ગળે તો ? આ કહેવત જેવો જ ધાટ દેવભૂમિ દ્વારકામાં થયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ લોકઅપમાં બંધ જુગારના આરોપીએ જ પોલીસ જુગાર રમતા હોવાનો વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં જૂગાર રમતા ચાર પોલીસ કર્મચારીઓનો વિડીયો […]
ગુજરાતીમાં કહેવત છે કે વાડ જ ચિભડા ગળે તો ? આ કહેવત જેવો જ ધાટ દેવભૂમિ દ્વારકામાં થયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા પોલીસનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ લોકઅપમાં બંધ જુગારના આરોપીએ જ પોલીસ જુગાર રમતા હોવાનો વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં જૂગાર રમતા ચાર પોલીસ કર્મચારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ, ઉચ્ચ પોલીસે ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. તો જૂગારી પોલીસની આસપાસ કામ કરતા અન્ય ત્રણ પોલીસ કર્મીની અન્યત્ર બદલી કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃમાસ્ક માટે 1000નો દંડ અમાનવીય, અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખે ઉઠાવ્યો અવાજ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો