વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસના પરિસરમાં રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલય માટે બહુમાળી ઇમારત બનાવવાનું આયોજન,રાજવી પરિવાર,મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ઉપરાંત વડોદરાવાસીઓ ચિંતિત,રાજવી પરિવારે વડોદરાવાસીઓને અવાજ ઉઠાવવા કરી અપીલ

વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસના પરિસરમાં રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલય માટે બહુમાળી ઇમારત બનાવવાનું આયોજન રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરાયુ છે જેનો હવે વિરોધ શરૂ થઇ ગયો છે એટલું જ નહિં આ વિરાસતને બચાવવા માટે હવે ખુદ રાજવી પરિવાર પણ મેદાને આવ્યું છે. રાજવી પરિવાર, મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ઉપરાંત વડોદરાવાસીઓ પણ આ વાતને લઇ ચિંતિત છે […]

વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસના પરિસરમાં રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલય માટે બહુમાળી ઇમારત બનાવવાનું આયોજન,રાજવી પરિવાર,મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ઉપરાંત વડોદરાવાસીઓ ચિંતિત,રાજવી પરિવારે વડોદરાવાસીઓને અવાજ ઉઠાવવા કરી અપીલ
http://tv9gujarati.in/vadodara-na-prat…i-parivar-naaraj/
Follow Us:
| Updated on: Aug 01, 2020 | 10:51 AM

વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસના પરિસરમાં રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલય માટે બહુમાળી ઇમારત બનાવવાનું આયોજન રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરાયુ છે જેનો હવે વિરોધ શરૂ થઇ ગયો છે એટલું જ નહિં આ વિરાસતને બચાવવા માટે હવે ખુદ રાજવી પરિવાર પણ મેદાને આવ્યું છે. રાજવી પરિવાર, મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ઉપરાંત વડોદરાવાસીઓ પણ આ વાતને લઇ ચિંતિત છે અને અપીલ કરી છે કે, ૧૦૬ વર્ષ જુના પ્રતાપ વિલાસ પેલેસની સામે આ ભવ્ય ઇમારતને અનુરૂપ બગીચો, લેન્ડસ્કેપ અને ખુલ્લી જમીન રાખવામાં આવેલી છે જે આ ઇમારતની ભવ્યતા માટે જરૂરી છે. જો આ ઇમારતની સામે જ ‘રાજા બાગમાં’ બહુમાળી ઇમારત બનશે તો પ્રતાપ વિલાસ પેલેસની ભવ્યતા નષ્ટ થઇ જશે તેથી રાજવી પરિવારે પણ અવાજ ઉઠાવવા વડોદરાવાસીઓને અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા રાજવી ગાયકવાડ તરફથી વડોદરાને મળેલુ એક નજરાણુ છે જે પેલેસનો ભારતીય રેલ એકેડેમીના કાર્યાલય તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. આખા ભારતમાં આ એક જ ભારતીય રેલ એકેડેમી છે, જે આ ઐતિહાસિક મિલકતમાં આવેલી છે. આ પેલેસની સામે રાજા બાગમાં રાષ્ટ્રિય રેલ પરિવહન કાર્યાલયને તેમજ અન્ય કાર્યાલયોને જગ્યા ફાળવવામાં આવી છે. જેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">