સુરતમાં એક રેસ્ટોરન્ટની અનોખી પહેલ, ઇમરજન્સીમાં સેનેટરી પેડ ફ્રીમાં આપવાની કરી વ્યવસ્થા

સુરતમાં હવે એક રેસ્ટોરન્ટ દ્વારા યુવતીઓ અને મહિલાઓનો વિચાર કરી એક અનોખું જ ઇનીશેટિવ પગલું ભરવામાં આવ્યું છે. આ એકમાત્ર હોટેલ એવી છે જે મહિલાઓને ઇમરજન્સીના સમયે ફ્રીમાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવી આપે છે.   Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો […]

સુરતમાં એક રેસ્ટોરન્ટની અનોખી પહેલ, ઇમરજન્સીમાં સેનેટરી પેડ ફ્રીમાં આપવાની કરી વ્યવસ્થા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:33 PM

સુરતમાં હવે એક રેસ્ટોરન્ટ દ્વારા યુવતીઓ અને મહિલાઓનો વિચાર કરી એક અનોખું જ ઇનીશેટિવ પગલું ભરવામાં આવ્યું છે. આ એકમાત્ર હોટેલ એવી છે જે મહિલાઓને ઇમરજન્સીના સમયે ફ્રીમાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવી આપે છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સામાન્ય રીતે સેનેટરી પેડના મશીન રેલવે સ્ટેશ કે એરપોર્ટ પર તમે જોયા હશે પણ ક્યારેક હોટેલના લેડીઝ વોશરૂમમાં તમે સેનેટરી પેડ મશીન જોયું છે ? કદાચ ગુજરાત અને સુરતમાં આ એકમાત્ર રેસ્ટોરન્ટ એવી હશે જેણે આ પહેલ કરી છે.

રેસ્ટોરન્ટ ઓનરનું એવું કહેવું છે કે તેઓ મહિલાઓમાં આ દિવસની સમસ્યા વિશે સમજે છે. આજે સમાજ ખૂલીને મહિલાઓની આ સમસ્યા પર ચર્ચા કરતો થયો છે. પણ જ્યારે યુવતીઓ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે ત્યારે કોઈક વાર તેમને અણધારી આવી પરિસ્થિતિમાં મુકાવુ પડે છે. અને આવા સમયે તેમને મેડિકલ સ્ટોરમાં દોડવું પડે છે. ત્યારે યુવતીઓને આવી સમસ્યા ન સર્જાય તે માટે તેમણે વિચાર કરીને રેસ્ટોરન્ટના લેડીઝ વોશરૂમમાં સેનેટરી પેડ મશીન મુકવાનો વિચાર કર્યો.

આ માટે રેસ્ટોરન્ટમાં આવતી યુવતીઓએ રેસ્ટોરન્ટના રિસેપશન પરથી એક કોઈન લેવાનો રહે છે અને તે બાદ તેઓ આસાનીથી આ સેનેટરી પેડ લઈ શકે છે.

રેસ્ટોરન્ટની આ પહેલથી મહિલાઓ ખૂબ ખુશ છે કારણ કે તેમને નડતી આવી સમસ્યાઓ પર આજ સુધી કોઈએ વિચાર કર્યો નથી. તેમના કહેવા પ્રમાણે આવી સુવિધા દરેક જગ્યાએ ઉભી થાય તો આવા દિવસોમાં મહિલાઓના આરોગ્ય સામે ઉભું થતું જોખમ આપોઆપ ઓછું થઈ જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">