કોરોના મહામારીએ શારીરિક-માનસિક અસ્વસ્થતા વધારી, ભરૂચમાં કોરોના ફોબિયા- લાઈફ સેવિંગ ઈમોશન્સની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો

દેશમાં ૧૪ લાખથી વધુ લોકોને બીમાર બનાવનાર કોરોના મહામારી હવે લોકોને શારીરિક સાથે માનસિકરીતે પણ અસ્વસ્થ બનાવી રહી છે.  ભરૂચમાં  અનેક લોકોએ કોરોનના ભયની માનસિક અસ્વસ્થતાની સારવાર લેવી પડી રહી છે. ચારે તરફ થતી કોરોના મહામારીની ચર્ચાઓ અને  બીમારોની વધતી સંખ્યાના અહેવાલોથી ચિંતા અને માનસિક તનાવ અનુભવતા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે જે […]

Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jul 28, 2020 | 11:05 AM

દેશમાં ૧૪ લાખથી વધુ લોકોને બીમાર બનાવનાર કોરોના મહામારી હવે લોકોને શારીરિક સાથે માનસિકરીતે પણ અસ્વસ્થ બનાવી રહી છે.  ભરૂચમાં  અનેક લોકોએ કોરોનના ભયની માનસિક અસ્વસ્થતાની સારવાર લેવી પડી રહી છે.

ચારે તરફ થતી કોરોના મહામારીની ચર્ચાઓ અને  બીમારોની વધતી સંખ્યાના અહેવાલોથી ચિંતા અને માનસિક તનાવ અનુભવતા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે જે લોકોને એટલી હદે ભયભીત કરે છે કે માનસિક અસ્વસ્થતા અનુભવનારા લોકોને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની ફરજ પડી રહી છે. અનેક લોકો શારીરિક સ્વસ્થ પરંતુ માહોલના કારણે માનસિકરીતે  ભાંગી પડ્યા છે અને કોરોનના કારણે સતત ચિંતા , ભય અને તનાવ અનુભવે છે .

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

           ભરૂચના જાણીતા મનોચિકિત્સક ડો. સુનિલ ક્ષોત્રિય જણાવી રહ્યા છે કે અનલોક બાદ કોરોના દર્દીઓની સંખ્યા વધતા કોરોના થવાના ભય સાથે દરરોજ  સરેરાશ ૩ લોકો તેમની પાસે પહોંચે છે. ઘણા લોકો કોરોના થયો છે તેમ માની લઈ હોસ્પિટલ પહોંચે છે પણ અસલમાં તેમને કોરોના નહિ પરંતુ કોરોના થવાના ભયથી પેનિક એટેક થયો હોય છે. એક છીંક આવે તો પણ ચિંતા અનુભવે કે કોરોના તો નહિ થયો હોય!!! કોરોનાના માનસિક હુમલાથી દરરોજ મનોચિકિત્સક પાસે ૩ લોકો સારવાર લે છે પણ સમસ્યાઓનો સામનો કરનારાનો આંકડો ખુબ મોટો હોઈ શકે છે. સમસ્યા ત્રણ તબક્કામાં જોવા મળે છે જેમાં દરેકને સારવારની જરૂર પડતી નથી પરંતુ ત્રીજા તબક્કાના દર્દીઓ આત્મહત્યા સુધીના પગલાં ભરવા સુધી વિચાર કરે છે જેમને સારવાર સાથે કાઉન્સિલરની પણ જરૂર પડે છે.

             કાઉન્સિલર ડો. સાજીદ ડાય જણાવી રહ્યા છે કે સૌથી પહેલા સ્વીકારવું જોઈએ આ બીમારી છે . લોકોમાં જે સમસ્યા દેખાઈ રહી છ તે લાઈફ સેવિંગ ઈમોશન્સ છે. પરિસ્થિતિથી ડરવા કરતા સામનો કરનારને જ જીત મળે છે.

         કોરોનાએ લાખો લોકોને શિકાર બનાવ્યા છે ત્યારે  કોરોના વેક્સીન તરફ તમામ મીટ માંડીનેબેઠા છે પરંતુ કોરોનાથી હવે શારીરિક સાથે માનસિક સમસ્યાઓના કિસ્સાઓ પણ સામે આવતા મહામારી સામે કેટલા અને કાયા મોરચે લડવું એક સમસ્યા ઉભી થઇ રહી છે. ગૃહિણી રોમા જાદવ જણાવી રહી છે કે સતત કોરોનાની ચર્ચાઓ અને માહિતી મળવાના કારણે મનમાં ભય ઘર કરી જાય છે. નોકરિયાત ભાવેશ જાદવ જણાવી રહ્યાં છે કે નોકરીથી તેઓ ઘરે પહોંચે ત્યારે બીજી દુનીયામાંથી આવ્યા હોય તેવો અનુભવ પરિવાર કરાવે છે જે સજાગતા ગણવી કે ફોબિયા એ કર્ફ સમજવો મુશ્કેલ બને છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">