ડાયેરિયાને દૂર કરવામાં કારગર મનાય છે આ ઘરેલું ઉપાય

આજના સમયમાં પેટની અસંખ્ય બીમારીઓથી લોકો પરેશાન રહે છે. જેમાં ડાયેરિયા એટલે કે ઝાડા(લુઝ મોશન) ખૂબ સામાન્ય છે. તે ફક્ત નાના બાળકોમાં જ નહીં પણ ક્યારેક યુવાનો વૃધ્ધોને પણ ખૂબ પરેશાન કરે છે. વારંવાર લિકવિડ ડિફિકેશન, પેટમાં ચૂંક આવવી કે ખાવાનું ન પચવું તેના સામાન્ય લક્ષણ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

ડાયેરિયાને દૂર કરવામાં કારગર મનાય છે આ ઘરેલું ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 15, 2020 | 11:15 AM

આજના સમયમાં પેટની અસંખ્ય બીમારીઓથી લોકો પરેશાન રહે છે. જેમાં ડાયેરિયા એટલે કે ઝાડા(લુઝ મોશન) ખૂબ સામાન્ય છે. તે ફક્ત નાના બાળકોમાં જ નહીં પણ ક્યારેક યુવાનો વૃધ્ધોને પણ ખૂબ પરેશાન કરે છે. વારંવાર લિકવિડ ડિફિકેશન, પેટમાં ચૂંક આવવી કે ખાવાનું ન પચવું તેના સામાન્ય લક્ષણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે પેટ ખરાબ થવું કે ઝાડા થવા તેની પાછળ શરીરના અભિન્ન અંગ આંતરડા જવાબદાર છે. ગેસ્ટ્રો ઈંટેસ્ટીલ સિસ્ટમમાં કોઈ પાચન તત્વની કમી હોવાથી આંતરડા પાચનક્રિયા યોગ્ય રીતે કરી નથી શકતા. જેના કારણે આ સમસ્યા થાય છે.

સામાન્ય રીતે લુઝ મોશન થોડા દિવસોમાં સારા થઈ જાય છે. પણ કેટલીકવાર તે વધુ દિવસો સુધી પણ લંબાઈ શકે છે. તેવામાં જરૂરી છે કે કેટલાક ઘરેલુ ઉપાય પણ અજમાવવામાં આવે.

ડાયેરીયાથી પીડિત દર્દીએ ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. કારણ કે ડાયેરીયામાં શરીરનું પાણી ખૂબ ઓછું થઈ જાય છે. અને પાણી વધારે માત્રામાં પીવામાં નહિ આવે તો ડીહાઇડ્રેશનની સમસ્યા સર્જાય શકે છે. પાણીની સાથે લીંબુ શરબત પણ પીવું જરૂરી છે.

સ્ટમક અપસેટ દરમ્યાન લોકોએ હળવું ભોજન જ આરોગવું જોઈએ. આવામાં મગના પાણીની દાળ, દહીં, ખીચડી, મસૂર દાળનું સુપ, દૂધી, પરવળ અથવા વગર તેલનું ભોજન ખાવું જોઈએ.

આ સમય દરમ્યાન કેળા પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. જે લોકોને વારંવાર આ સમસ્યા થાય છે તેઓએ કેળા નિયમિત ખાવા જોઈએ. કેળામાં રહેલ પેકટિન ઝાડા અટકાવવા મદદ કરે છે. આ દર્દીઓએ જંક ફૂડ, કોલડ્રિન્ક, ચા કોફી, દૂધ, આલ્કોહોલ, વાસી ખોરાક, મસાલાવાળું ભોજન વગેરેથી દૂર રહેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">