થાઇલેન્ડની યુવતીની મોતની મીસ્ટ્રી, પોલીસે એસઆઇટીની કરી રચના, 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરાઈ

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. મગદલ્લા ગામના ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના […]

થાઇલેન્ડની યુવતીની મોતની મીસ્ટ્રી, પોલીસે એસઆઇટીની કરી રચના, 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરાઈ
https://tv9gujarati.in/thailand-ni-yuvt…puchparach-karai/
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:02 PM

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.

મગદલ્લા ગામના ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોનની રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આજે દિવસ દરમ્યાન ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ. સાળુંકે વનીદાની રૂમ પાર્ટનર રૂહીવા મીંગટીકા ઉપરાંત આડા સહિત 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરી હતી. બીજી તરફ અધિક પો. કમિશનર એચ.આર. મુલીયાણા, ડીસીપી વિધી ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓએ વનીદાની જયાંથી સળગીને ભડથું થયેલી લાશ મળી હતી તે રૂમમાં એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર બી.પી. પટેલ અને આસીસટન્ટ ડાયરેક્ટર સહિત ટીમ, નવી સિવિલ હોસ્પિટલના મેડીકલ ફોરેન્સિક એક્ષ્પર્ટની ટીમ અને ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ના એન્જિનીયરોને સાથે રાખી 4થી 5 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી તમામનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

ડીજીવીસીએલના એન્જિનીયરોએ હાથ ધરેલી તપાસમાં સ્વીચ બોર્ડના પ્લગમાંથી મલ્ટી એક્ષ્ટેનશન બોર્ડનો પ્લગ નાંખવામાં આવ્યો હતો. જેમાં મોબાઇલ ચાર્જર ઉપરાંત ટેબલ ફેનનો પ્લગ પણ હતો. જેથી શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">