સુરત શહેર કોંગ્રેસ પ્રમુખનો સુરતી ભાષામાં વાણીવિલાસ, કોંગ્રેસના જ કાર્યકરને સંભળાવી ખરીખોટી, ઓડિયો વાયરલ

શહેર કોંગ્રેસ પ્રમુખ તેમના બેફામ વાણીવિલાસના કારણે વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસ સેવાદલમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે તેમણે સુરતી ભાષામાં ગાળાગાળી કરી હતી એટલું જ નહિ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. હકીકત એવી છે કે વર્ચ્યુઅલ રેલી માટે ભાડેથી ખુરશીઓ મંગાવવામાં […]

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખનો સુરતી ભાષામાં વાણીવિલાસ, કોંગ્રેસના જ કાર્યકરને સંભળાવી ખરીખોટી, ઓડિયો વાયરલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:23 PM

શહેર કોંગ્રેસ પ્રમુખ તેમના બેફામ વાણીવિલાસના કારણે વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસ સેવાદલમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે તેમણે સુરતી ભાષામાં ગાળાગાળી કરી હતી એટલું જ નહિ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

હકીકત એવી છે કે વર્ચ્યુઅલ રેલી માટે ભાડેથી ખુરશીઓ મંગાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ કેટરિંગ વાળો પોતાની ખુરશીઓ લઈ ગયો હતો. જોકે તેની સાથે તે કોંગ્રેસ કાર્યાલયની પણ બે ખુરશીઓ લઈ જતા ધર્મેશે પ્રમુખ બાબુ રાયકાના પુત્ર ઋષિન રાયકાને ફોન કર્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આટલી નાની બાબતે બંને પિતા પુત્ર ભડકી ગયા હતા. અને તેઓએ ધર્મેશને ફોન પર સુરતી ભાષામાં ગાળો આપી હતી. તેમણે કોંગ્રેસ કાર્યાલયની ચાવી માંગીને ધર્મેશને હવે પછી દેખાયો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જોકે આ શાબ્દિક ટપાટપી અને ગાળાગાળીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાદમાં ધર્મેશ મિસ્ત્રીએ કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે અઠવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.

surat-shaher-congress-pramukh-no-surti-bhasha-ma-vaani-vilash-kaaryakar-sathe-gaadagadi-no-audio-viral

પણ કોંગ્રેસ પ્રમુખ અને પુત્ર સાથે થયેલી આ માથાકૂટ બાદ કોંગ્રેસ સેવાદલના પ્રમુખ પદેથી ધર્મેશ મિસ્ત્રીને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને સંતોષ પાટીલની વરણી કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">